સોમનાથ: અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન (Film Promotion Samrat Prithviraj) માટે ફિલ્મના ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી સહિત એક ટીમ મંગળવારે સોમનાથ દર્શન કરવા આવી હતી. દેવાધિદેવ મહાદેવ સમક્ષ આગામી ફિલ્મની સફળતા (Akshay Kumar Somnath Visit) માટે ખાસ પૂજા અને પ્રાર્થના કરી હતી. અક્ષયકુમાર અને અભિનેત્ર માનુષી છિલ્લરે સોમનાથમાં પત્રકાર પરિષદ યોજીને (Film Promotion At Somnath) એક મહત્ત્વના મેસેજ અંગે વાત કરી હતી. જ્યારે અક્ષયે ફિલ્મ સાથે જોડાયેલી એની કેટલીક યાદને વાગોળી હતી.
આ પણ વાંચો: પિંક શરારામાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા ઝલકી ઉઠી હતી, ફોટા જોઈ ચાહકોના ઉડી ગયા હોશ
સોમનાથમાં 'સમ્રાટ': અક્ષયકુમાર અને માનુસી છિલ્લરે અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કર્યા બાદ સોમનાથ દર્શન કરવા માટે આવ્યા હતા. અક્ષયકુમાર પહેલી વખત સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. મંદિરના દર્શન કરીને તે પ્રભાવિત થઈ ગયો હતો. આ ઉપરાંત તેમણે મંદિરના એક આધ્યાત્મિક તેજ અને અનોખા ધાર્મિક સ્પાર્ક અંગે દિલ ખોલીને વાત કરી હતી. માનુષી છિલ્લરે પણ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરીને અભિભૂત બની હતી. બન્નેએ એક અસાધારણ અને અલૌકિક અનુભવ કર્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લ્હાવો મળ્યો છે તેને જીવનના સદાયે સ્મરણીય પ્રસંગોમાં યાદગીરી સમાન ગણાવ્યો હતો.
ટ્રસ્ટને કરી મહત્ત્વની અપીલ: સોમનાથ મંદિર પરિસરની અક્ષયે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મંદિરમાં અંદર ખાસ પૂજા પણ કરી હતી. જોકે, દરરોજ શિવજીને થતા દૂધના અભિષેક અંગે તેમણે ટ્રસ્ટને એક સૂચન કર્યું હતું. ફિલ્મ ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વીવેદી અને અક્ષય કુમારે કહ્યું કે,શિવજીના અભિષેક બાદ જે દૂધ વ્યર્થ જાય છે એને એક જગ્યાએ એકઠું કરીને જરૂરિયાતમંદ લોકોને એનું વિતરણ કરવામાં આવે. જોકે, ટ્રસ્ટે પણ એમની વાતને સ્વીકારીને આવનારા સમયમાં આ અંગે કામ કરવા માટે ખાતરી આપી છે. જોકે, માનુષી પણ મંદિરની ભવ્યતા જોઈને પ્રભાવિત થઈ ગઈ હતી.
આ પણ વાંચો: અભિનેત્રી તમન્ના ભાટિયાએ તેના દેશી લૂકથી ચાહકોનું દિલ જીતી લીધું, જૂઓ ફોટોઝ
માનુષીએ કહી આ વાત: માનુષી છિલ્લરે બારમી સદીના મહાનાયક સમ્રાટ પૃથ્વીરાજને સ્ત્રી સશક્તિકરણના પ્રણેતા ગણાવ્યા હતા. માનુષીએ ઉમેર્યું કે, પૃથ્વીરાજ મહિલા સશક્તિકરણને લઈને ખૂબ ચળવળ ચલાવી હતી તેમના રાજ્યમાં મહિલાઓને વિશેષ દરજ્જો આપવામાં આવતો હતો બારમી સદી પૂર્વે પણ મહિલા સશક્તિકરણને લઈને સમ્રાટ પૃથ્વીરાજ સમાજમાં યોગદાન આપ્યું છે. આ પ્રકારના અભિનય કરવાની કલાકારોના જીવનમાં ખૂબ ઓછી તકો મળતી હોય છે જે પૈકીની એક તક તેમને ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં પ્રાપ્ત થઈ છે.