- અપહરણકર્તાએ સગીર બાળકને 200 રૂપિયાની લાલચ આપી હતી
- સગીરને લાલચ આપી અપહરણકર્તા બાળકને રોડ પર લઈ ગયો હતો
- અપહરણકર્તાએ સગીર બાળકનું જાતીય શોષણ પણ કર્યું હતું
- પોલીસે આરોપીને POCSO એક્ટ હેઠળ ધરપકડ કરી
આ પણ વાંચોઃ મહિલા ક્રિકેટર સાથે જાતીય સતામણી અંગે ગુજરાત મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષે BCAમાં કરી રજૂઆત
વેરાવળઃ ધૂળેટીના દિવસે વહેલી સવારે વેરાવળમાં આવેલી મોટી શાક માર્કેટ વિસ્તારમાંથી 11 વર્ષના એક સગીરનું અપહરણ થયું હતું. અપહરણકર્તાએ સગીરને 200 રૂપિયાની લાલચ આપી તેને કોઈક રોડ પર લઈ ગયો હતો, જ્યાં આરોપીએ સગીરનું જાતીય શોષણ કર્યું હતું. જોકે, તે સમયે આસપાસના રાહદારીઓ આવી જતા આરોપી દિલીપ બાબુભાઈ ચૌહાણ (રહે. ખારવા વાડ) ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં 2 દુષ્કર્મની ઘટના સામે આવી, કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા
પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો
આ અંગેની ફરિયાદ મળતા પોલીસની સર્વેલન્ટ ટીમ આરોપીની તપાસમાં લાગી હતી. પોલીસે બાતમીના આધારે આરોપી દિલીપ બાબુભાઈ ચૌહાણ (રહે. ખારવા વાડ, હાલ હુડકો સોસાયટી)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.