- સોમનાથ અંગે વિવાદિત ઉચ્ચારણ કરનાર આરોપી 4 દિવસના રિમાન્ડ પર
- ઇર્શાદ રશીદની ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી હતી
- સોમનાથ મંદિર પર થયેલા હુમલાના વખાણનો ભડકાઉ ઉચ્ચારણ કરતો વીડિયો વાયરલ થયો
ગીર સોમનાથઃ મંદિર અંગે ગમે તેમ બોલનાર શખ્સ યુવક ઇર્શાદ રસીદને હરિયાણાની પાણીપતથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી હતી. જેની વેરાવળ ચીફ જયુ. મેજી બી. વી. સંચાણીયા સમક્ષ તપાસનીશ અધિકારી દ્વારા પાંચ દિવસની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. આ આરોપીને રિમાન્ડ પર રાખી આવા બીજા વીડિયો ઉતાર્યા છે કે નહિ અને બીજા કેટલા લોકો આ ઘટનામાં જોડાયેલા છે તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સોમનાથમાં વિધર્મી યુવકનો વીડિયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી
સરકારી વકીલ દ્વારા કેટલીક દલીલ કરવામાં આવી હતી
આ કેસમાં એ.પી.પી.નીગમભાઇ જેઠવાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, ઇર્શાદ રસીદે જે મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કર્યો છે તે મોબાઇલ મેળવવા તેમજ હરિયાણાથી આવીને વિડીયો ઉતારી પરત હરિયાણા જતો રહ્યો હતો. તે દરમિયાન તેની સાથે કોણ-કોણ હતું તેમજ આ વિડિયો ક્લિપીંગ મારફતે દેશના દુશ્મન દેશમાં સમુદ્ર માર્ગે આવી શકાય તે પ્રકારનું માર્ગદર્શન આપતો હતો તથા રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તેવા પ્રકારના આ રેકોર્ડીંગમાં કોણ સાથે છે તેવી દલીલોને માન્ય રાખી જજ સંચાણીયાએ આરોપી શખ્સ ઇર્શાદ રસીદને આગામી 23 માર્ચનાં રોજ બપોરે 3 વાગ્યા સુધી 4 દિવસના રીમાન્ડ પર રાખવાનું મજુર કરવાનું જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાઇરલ, આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બેફામ બોલનાર વ્યક્તિની તપાસ કરતા કેટલાક મુદ્દા બહાર આવ્યા
આ અંગે તપાસનીસ અધિકારી ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા સોમનાથ મંદિરના ઇતિહાસ અંગે અને મંદિર પર મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા હુમલાના વખાણ કરતા ભડકાઉ ઉચ્ચારણ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ બનાવના આરોપી ઇર્શાદ રસીદને હરિયાણાના પાણીપતથી ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું કે આરોપીને ચાર દિવસનાં રિમાન્ડ પર રાખવામાં આવશે. જેમાં આરોપી ઇર્શાદને ભડકાઉ વીડિયો બનાવવામાં તેની સાથે અન્ય કોઇ વ્યક્તિ પણ સામેલ છે કે નહિ ? આવા અન્ય વીડિયો ઉતાર્યા છે કે નહિ? આવા વિશેષ મુદ્દાઓની પુછપરછ કરવામાં આવી હતી.