ગીરસોમનાથ : શકિત અને ભક્તિના શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું ઘણું મહત્વ છે. સોમનાથ કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે, પરંતુ કોરોના કહેરને કારણે સોમનાથની અંદર આવતાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારે શ્રાવણમાં મંદિરની અંદર પત્રકારોને પણ પ્રવેશ નિષેધ કરાયો છે. પરંતુ સોમનાથમાં સોશિયલ મીડિયાનો અંદર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
જેમાં ફેસબુક, ટ્વિટર ,ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર સોમનાથના ફોટો અને આરતી અપલોડ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતના સૌથી અગ્રણી ડિજિટલ પ્લેટફોર્મ ઇટીવી ભારત પરથી પણ બહોળી સંખ્યામાં લોકો સોમનાથના દર્શન કરી શકે તેવી સેવા આપવામાં આવી રહી છે.
ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવો.