ગીર સોમનાથ : આ દ્રશ્યો છે ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ભાખા-ગીરગઢડા રોડના જ્યાં શનિવારની રાત્રે ભાખા ગામની સગર્ભા મહિલાને પ્રસુતિનો દુખાવો થતા 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી અને તાત્કાલિક ગીર ગઢડા સી.એચ.સી સેન્ટર ખસેડવા કામગીરી શરૂ થઈ હતી. પણ રસુલપરા ગામ નજીક 4 સિંહ પુરપાટ ઝડપે આવી રહેલી 108 એમ્બ્યુલન્સ સામે આવી ગયા જેના કારણે 108 ને ત્યાં જ રોકી દેવાઈ હતી.
ત્યારે અદભુત અલૌકિક અને આશ્ચર્યચકિત કરનાર ગીરની ગોદમાં વધુ એક એવી ઘટના બની છે. જેને શબ્દોમાં સમજાવવી શક્ય નથી. જાણે બાળકીના જન્મ માટે સિંહો હાજર થયા હોય એમ પ્રસુતિ પૂર્ણ થયે તેઓનું ચાલ્યુ જવું એ સમજવું કે, સમજાવવું શક્ય નથી.