ETV Bharat / state

ગીર સોમનાથના 500 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાતા 250 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું - gujarat live news

બેંક કર્મચારીઓ દ્વારા સરકારની ખોટી નીતિ સામે બે દિવસની હડતાળની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ દિવસે ગીર સોમનાથ જીલ્લાના આશરે 500થી વધુ સરકારી બેન્ક કર્મચારીઓ સરકારના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં હડતાલમાં જોડાયા હતા.

ગીર સોમનાથના 500 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાતા 250 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું

author img

By

Published : Mar 16, 2021, 5:28 PM IST

  • 15 અને 16 માર્ચે બેન્ક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી હતી
  • ગીર સોમનાથના 500 બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા
  • 250 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ખોરવાયું

ગીર સોમનાથઃ બેંક કર્મચારીઓ દ્વારા સરકારની ખોટી નીતિ સામે બે દિવસની હડતાળના પ્રથમ દિવસે ગીર સોમનાથ જીલ્લાના આશરે 500થી વધુ સરકારી બેન્ક કર્મચારીઓ સરકારના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં હડતાલમાં જોડાયા હતા. જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બેન્ક ઓફ બરોડા (દેના બેક) પાસે એકઠા થઇ સરકારની ખોટી નીતિ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચોઃ ખાનગીકરણના વિરોધમાં રાજકોટમાં 3000થી વધુ કર્મચારીઓ વિરોધમાં જોડાયા

કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવા માંગે છેઃ કર્મચારી યુનિયનના હિતેશભાઇ ચુડાસમા

તા. ૧પ અને ૧૬ એમ બે દિવસની હડતાળ અંગે બેન્ક કર્મચારી યુનિયનના હિતેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવા માંગે છે, તેના વિરોધમાં બેન્કના કર્મચારીઓ હડતાળ પર છે અને આ કોઇ પગાર વધારા માટેની હડતાળ નથી. કર્મચારીના હડતાળ પર જવાથી તેમનો બે દિવસનો પગાર કપાશે. સરકારી બેન્કો દ્વારા આપવામાં આવેલી લોન મોટા ઉદ્યોગપતિઓ ભરતા નથી એટલે બેન્કો ખોટમાં જાય છે જેથી ખાનગીકરણ થઇ રહ્યું છે. હકીકતમાં લોન લઇ ન ભરતાં ઉદ્યોગપતિઓ સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ બેન્કના ખાનગીકરણ સામે બેન્ક કર્મચારીઓની હડતાલ

ખાનગી બેન્ક દસ હજાર રૂપિયાથી ખાતાં ખોલે છે

ખાનગીકરણની નહીં તેમજ સરકારી બેન્કો ફકત ધંધો કરવા માટે નથી, તે સમાજનાં મધ્યમ અને ગરીબ વર્ગના સામાજીક ઉત્થાન માટે 70 વર્ષથી કામ કરે છે. તમામ પ્રકારની સબસિડીવાળી લોન ફક્ત સરકારી બેન્કો જ આપે છે. ખાનગી બેન્ક દસ હજાર રૂપિયાથી ખાતાં ખોલે છે. તેમજ દરેક સરકારી બેન્કોમાં ૩પ ટકા જેવા સ્ટાફની ઘટ છે. જેની સામે છેલ્લા દસ વર્ષમાં ભરતી ઓછી થઇ છે અને કામનું ભારણ વધી જતું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. એક દિવસમાં હડતાળના કારણે 250 કરોડનુ ટર્ન ઓવર ખોરવાયું હોવાનું બેન્ક કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.