ETV Bharat / state

ગીરસોમનાથઃ કોવિડ-19 અન્વયે IAS દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ - IAS Dinesh patel

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલાં પગલાંઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપવા માટે બેઠક યોજાઈ હતી. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર IAS દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદનમાં કોવિડ-19 અન્વયે રિવ્યૂ બેઠક યોજાઈ હતી.

કોવિડ-19 અન્વયે IAS દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ

author img

By

Published : Sep 3, 2020, 4:30 PM IST

ગીર સોમનાથઃ દિનેશ પટેલે બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી જિલ્લાની કોવિડ અંગેની વિગતો મેળવી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ધનવંતરી આરોગ્ય રથ અને આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ આવેલા વિસ્તાર, હોટસ્પોટ વિસ્તારમાં, વધુ માત્રામાં લોકોનું સ્થળાંતર હોય તેવા વિસ્તાર અને સ્લમ વિસ્તારમાં પહોંચવામાં આવે. નાનાં બાળકો, બી.પી, ડાયાબિટીસ, કેન્સર, એચ.આઈ.વી, ફેસ્સાંની બીમારી અને શંકાસ્પદ દર્દીઓની સમયસર તપાસણી કરવામાં આવે.સાથે કોરોના ટેસ્ટનો ભય નિવારવા લોકોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવું.

કોવિડ-19 અન્વયે IAS દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ
કોવિડ-19 અન્વયે IAS દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને રિવ્યૂ બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૃત્યુ પામેલાં દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કોઈપણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આકડાંકીય માહિતી મોકલી આપવી. ઉપરાંત જિલ્લામા ક્યા સ્થળેથી કોરોના વાયરસના દર્દીઓ વધુ આવે છે તે વિસ્તાર શોધી તપાસ કરવી. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 100 ટકા લોકોનું સ્ક્રિનિંગ કરવું. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલાં લેવા કહ્યું હતું.

આરોગ્ય વિભાગ અને કોવિડ-19 સિવિલ હોસ્પિટલ વેરાવળની કોઈપણ જરૂરિયાત અને જરૂરી સામગ્રીની ખરીદી માટે તેઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતાએ પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિની માહિતી આપી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ, એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ કરેલા દર્દીઓ અને મૃત્યુ પામેલાં દર્દીઓની સંખ્યા અને કોરોના વાયરસના દર્દીઓની કઈ રીતે સારવાર થાય છે, સંક્રમિત વિસ્તારની તપાસ અને કોરોના વાયરસના સંક્રમણની બચવા માટેના પ્રયાસો સહિત અનેકવિધ વિગતો આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.