ગીર સોમનાથ- પોલીસને ગઈ રાત્રિના સમયે ખૂબ મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીને આધારે પેઢાવાડા ગામ નજીક આવેલી ખાનગી હોટેલ નજીક પડેલા ટ્રકમાંથી 2939 જેટલી પરપ્રાંતિય દારૂની બોટલ ઝડપી પાડવામાં સફળતા મળી છે. (liquor smuggling) પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. અને દારૂની હેરાફેરીમાં સામેલ વધુ ત્રણ ઈસમો ને પકડી પાડવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(a new alchemy for liquor)
બુટલેગરો બેફામ- ગીર સોમનાથ જિલ્લો સંઘ પ્રદેશ દિવ સાથે સરહદ ધરાવે છે ત્યારે ગુજરાત પોલીસની ચેકપોસ્ટ પાછલા કેટલાક વર્ષની બંધ કરી દેવામાં આવી છે. તેનો ફાયદો અને ગેરલાભ ઉઠાવીને દારૂના બુટલેગરો બેફામ બન્યા છે. જેને લઇને પાછલા કેટલાક સમયથી દિવ તરફ થી ગુજરાતમાં દારૂની હેરાફેરી ખુબ સરળ બની રહી છે, ત્યારે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ખૂબ જ ચતુરાઈથી અને નવતર કીમિયા મારફતે દારૂની હેરાફેરી નો પર્દાફાશ થયો છે.
ટ્રકમાં બનાવાયું ચોરખાનું- દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા માલ સામાન પરિવહન કરવાના ટ્રકમાં ખૂબ જ ચતુરાઈથી અને પ્રથમ દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને શંકા ન ઉપજે તે પ્રકારે ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું. જેમાંથી 2939 જેટલી દારૂની બોટલ મળી આવી છે. દારૂના બુટલેગરો અનેક કિમીયાઓ દારૂને સુરક્ષિત તેના નિર્ધારિત સ્થળે પહોંચી જાય તે માટે અજમાવતા હોય છે, પરંતુ દારૂના બુટલેગરોના તમામ કિમીયા અને કારસ્તાન પોલીસ ની નજરમાં આવી જાય છે, અને ચોરી છુપીથી દારૂ ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થાય છે તેનો તાજો અને તાદસ્ય દાખલો પેઢાવાળા નજીકથી પકડાયેલા ટ્રકમાં જોવા મળ્યો હાલ પોલીસે દારૂની હેરાફેરી મામલે બે ઈસમોને અટકાયત કરી છે, અને બધું ત્રણ ઈસમો ને પકડી પાડવા કવાયત હાથ ધરી છે .