ETV Bharat / state

ગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ

ગીર સોમનાથમાં કોવિડ પ્રભારી સચિવ દિનેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-19 અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમા જિલ્લામાં ચાલી રહેલી કોરોના કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રજાને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા જણાવ્યું હતું.

author img

By

Published : Mar 26, 2021, 8:16 PM IST

corona
ગીર-સોમનાથના કોરોના કામગીરીને લઇને વહીવટી તંત્રની બેઠક યોજાઇ
  • ગીર-સોમનાથ વહીવટી તંત્ર કોરોનાને લઇને સતર્ક
  • પ્રજાને કોરોના ગાઇડલાઇન અનુસરવા આપી સલાહ
  • ટેસ્ટીગ અને રસીકરણમાં કરવામાં આવશે વધારો

ગીર સોમનાથ :ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા માટે કોવિડ પ્રભારી સચિવ દિનેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કોવિડ-19 અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પ્રભારી સચિવએ આપ્યું માર્ગદર્શન

પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આપણે સૌએ સર્તક થઈ આ મહામારીને અટકાવવા પ્રયાસ કરવાના છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં વધારો ન થાય તે માટે મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ કરવા અને વધુ લોકોને રસી આપવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી. કોરોના મહામારીથી બચવા માટે સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું અચુક પણે પાલન કરવા માટે જણાવ્યું હતું.

આ પણ વાંચો : એક વર્ષ બાદ ફરી ભાવનગર બોર્ડર પર આરોગ્ય વિભાગનું ચેકિંગ શરૂ

જિલ્લા કલેક્ટરે આપી કોરોના કેસ વિશે માહિતી

જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે કોરોના વાઇરસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને અટકાવવા માટે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સર્તક બની કામગીરી કરી રહી છે. જિલ્લા દરરોજ 400થી 600 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને બહારથી આવતા એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્ય વિભાગની કામગીરી રજૂ કરી

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભાયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ કોરોના ટેસ્ટ 1,49,100 કરવામાં આવ્યા હતા, જેમાંથી 2,804 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલ વેરાવળમાં 2, કોડીનારમાં 2, સુત્રાપાડામાં 3, અન્ય જિલ્લાના 5, વેરાવળ અર્બનમાં 18 મળી જિલ્લામા કુલ કોરોના પોઝિટિવના 34 કેસ એકટીવ છે. લોકોના આરોગ્યની તપાસ કરવા માટે જિલ્લામાં કુલ 34 ધન્વતંરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં અધિક કલેક્ટર ખાચર, પ્રાંત અધિકારી સર્યું ઝણકાત, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, ડૉ. નિમાવત, ડૉ. બામરોટીયા, સિવિલ સર્જન ડૉ.પરમાર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.