ગીર સોમનાથ: ઉના શહેર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓના 11 સ્વસહાય જૂથને રૂપિયા 11 લાખ ધિરાણના મંજૂરી પત્રોનું વિતરણ કરાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના કાર્યક્રમનું ઈ-લોન્ચિંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નગરપાલિકા યોગા સેન્ટર ઉના ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના 11 સ્વસહાય જૂથને રૂપિયા 11 લાખ ધિરાણના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે, તે યોજનામાં વધુમાં વધુ બહેનોએ જૂથ બનાવી લાભ લઈ સ્વાવલંબી બનવા માટે સંદેશ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા 10 બહેનોનું સ્વસહાય જૂથ બનાવવાનું રહેશે અને તેમને બેન્ક દ્વારા 0 ટકાના વ્યાજદરે રૂપિયા 1 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઇ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો
પોરબંદર શહેરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઇ-લોન્ચિંગનો કાર્યક્રમ બિરલા હોલ ખાતે યોજાયો હતો. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે CM વિજય રૂપાણી દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચિંગ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ બેન્કો સાથે MoU પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે 1 લાખ સુધીની લોન પોરબંદર શહેરી વિસ્તારના 4 જૂથો માટે કુલ 4 લાખ લોનના પ્રાથમિક મંજૂરી પત્ર મહિલાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની 4 જૂથો માટે કુલ 4 લાખની લોનના પ્રાથમિક મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ અને લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહીં હતી.
આ પણ વાંચોઃ દેવગઢ બારિયા ખાતેથી નારી શક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરવામાં આવી
દાહોદ જિલ્લાની નારી શક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પી.ટી.સી કૉલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી.