ETV Bharat / state

વેરાવળના મુખ્ય બજારમાં નોવેલ્ટીની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગી આગ - veraval news

વેરાવળમાં કોરોના મહામારી સંદર્ભે દુકાનો બંધ હોય તેવા સમયે સુભાષ રોડ પર આવેલા આકૃતિ માર્કેટમાં એક બંધ દુકાનમાં રવિવારે બપોરના સમયે આગ લાગી હતી. આ ભીષણ આગ લાગવાની જાણ થતા સમયસર ફાયર બ્રિગેડ આવી જતા આજુ-બાજુમાં આવેલી દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી આગ પ્રસરતા અટકાવવામાં આવી હતી.

વેરાવળના મુખ્ય બજારમાં નોવેલ્ટીની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગી આગ

author img

By

Published : May 10, 2021, 8:21 AM IST

  • સુભાષ રોડ પર આવેલા હેતલ નોવેલ્ટીમાં લાગી આગ
  • ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવાઈ
  • ઇલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
  • દુકાનમાં રહેલો લાખોનો માલ આગમાં ખાખ થયો

ગીર-સોમનાથઃ વેરાવળમાં કોરોના મહામારી સંદર્ભે દુકાનો બંધ હોય તેવા સમયે સુભાષ રોડ પર આવેલા આકૃતિ માર્કેટની એક બંધ દુકાનમાં રવિવારે બપોરના સમયે આગ લાગી હતી.

વેરાવળના મુખ્ય બજારમાં નોવેલ્ટીની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગી આગ
વેરાવળના મુખ્ય બજારમાં નોવેલ્ટીની દુકાનમાં શોર્ટસર્કિટથી લાગી આગ

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ અને NDRFની ટીમની સામૂહિક મોકડ્રીલ

રવિવારે બપોરના 3 ક્લાકની આસપાસ ભીષણ આગ લાગી હતી

વેરાવળના મુખ્ય બજારમાં આવેલી હેતલ નોવેલ્ટી નામની બંધ દુકાનમાં રવિવારે બપોરના 3 ક્લાકની આસપાસ ભીષણ આગ લાગી હતી. સુભાષ રોડ પર લાગેલી આ આગની જાણ ફાયર ફાઇટરને થતા તાત્કાલીક બે ફાયર ફાઇટરો સાથે મનુભાઇ બામણીયા, પ્રકાશભાઇ દાસ, હરસુખભાઇ કુહાડા, હરીભાઇ કુહાડા, પ્રવિણભાઇ સરકાર સહિતના લોકો સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઇ હતી.

આ પણ વાંચોઃ ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા

ઇલેકટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે

આગની ઘટના બનતા નગરપાલિકા ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા સહીતના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ ઇલેકટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે. જયારે દુકાનમાં રહેલો લાખો રૂપિયાનો માલ આગમાં ખાખ થયો હોવાનું દુકાન માલીક ચેતનભાઇ ભાવસારે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.