ETV Bharat / state

ઉનામાં ડોક્ટર બીમાર હોવા છતાં હાર્ટ પેશન્ટની સારવાર કરી - ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ

ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગીરસોમનાથના એક ડોક્ટરે. જિલ્લામાં ઉનામાં ડોક્ટર પોતે સારવાર હેઠળ હતા. તેમ છતાં તેમણે હાર્ટ પેશન્ટની સારવાર કરી હતી. હોસ્પિટલમાં દર્દીઓ આવતા ડોક્ટરે બેડ પરથી ઉભા થઈ ગયા હતા.

ઉનામાં ડોક્ટર બીમાર હોવા છતાં હાર્ટ પેશન્ટની સારવાર કરી

author img

By

Published : May 12, 2021, 11:32 AM IST

  • બીમાર ડોક્ટરે બેડ પરથી ઉભા થઈ દર્દીની સેવા કરી
  • ઉનાની હોસ્પિટલમાં ડોક્ટરને બાટલા ચડી રહ્યા હતા
  • ડોક્ટરે આવી સ્થિતિમાં પણ હાર્ટ પેશન્ટની સેવા કરી

ગીર સોમનાથઃ જિલ્લામાં ઉનાના એક હોસ્પિટલના ડોક્ટર પોતે સારવાર હેઠળ હતા. તે દરમિયાન તેમની હોસ્પિટલમાં એક હાર્ટ પેશન્ટ આવતા તેઓ બેડ પરથી ઉભા થઈને તે દર્દીની સારવાર કરી હતી. ડોક્ટરે બેડ પરથી ઉભા થઈ દર્દીને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના ડોક્ટર સેલવી ખજાનચી દર્દીઓને આપી રહ્યા છે ટેલિફોનીક સારવાર

ઉનાની હોસ્પિટલમાં દર્દી આવતાં ડોક્ટર બેડ પરથી ઊભા થઈ ગયા

દર્દીને બચાવવા માટે ડોક્ટરે સતત પ્રયાસ કર્યો, પરંતુ છેવટે દર્દીનું મોત થયું હતું. કોરોના મહામારીમાં લગભગ બધા તબીબ ખડેપગે દર્દીની સારવાર કરે છે ત્યારે ઉનાની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ડો. બી. આર. પંડ્યાની ફરજ પરસ્તી તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવી દે એવી જોવા મળી હતી. વાત જાણે એમ બની કે, ડો. પંડ્યાની તબિયત સારી નહોતી. તેમને બાટલા ચઢતા હતા.

આ પણ વાંચોઃ સોલામાં પકડાયેલા 6 રેમડેસીવીર ઈન્જેકશન મામલે સુરતથી MBBS ડોકટરની ધરપકડ

ડોક્ટરે છાતીમાં દુખાવો છતા દર્દીની સારવાર કરી

તે જ સમયે અચાનક ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી આવ્યા હતા. તેને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો. ડો. પંડ્યા પોતાના બેડ પરથી ઉભા થઇ ગયા હતા. એક તરફ સ્ટ્રીપ ચાલુ હતી છત્તાં તેઓ હાર્ટ પેશન્ટને બચાવવા સતત મથતા રહ્યા હતા. જોકે, આખરે દર્દીએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જેનો જીવ બચાવી ન શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.