ગીર-સોમનાથ : કોડિનાર નગરપાલિકાની મિટિંગ હોલમાં તમામ સભ્યોની હાજરીમાં પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં મળેલી બજેટ બેઠકમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોડિનાર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા 61લાખની પુરાંતવાળુ અને 12કરોડના નવા વિકાસ કાર્યો સાથે કોઇપણ નવા કરવેરા વધાર્યા વગરનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોઈપણ નવા કરવેરા વધાર્યા વિનાનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવતાં તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સ્થાયી સમિતિની પાંચ દિવસની ચર્ચા બાદ રૂપિયા 3804.36 કરોડનું બજેટ મંજૂર કરાયું
12 કરોડ વિકાસના કામો બજેટમાં માટે ફાળવાયા
શહેરમાં નવી સ્ટ્રીટ લાઈટો, લાઈટિંગ પોલ, સોલાર રૂફ ટોપ, અગ્નિ શામક સાધનો, સમશાન ડેવલોપમેન્ટ, પાણી પુરવઠા યોજના, વધુ નવી એમ્બુલન્સ ખરીદવા, ફોગિંગ મશીન ખરીદી, નવી ગટર લાઇન, સી.સી.રોડ, પેવર રોડ, ફૂટપાટ, શાક માર્કેટ, કોમ્યુનિટી હોલ, શોપિંગ સેન્ટર, સ્નાન ગૃહ, ધોબીઘાટ, આંગણવાડી જેવા અનેક વિકાસ કામો કરવાનું આયોજન કરાયું છે. તેના માટે રૂપિયા 12 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકાનું 3804 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું