- શુક્રવારે જિલ્લામાં 1,251 લોકોનું રસીકરણ કરાયુ
- જિલ્લામાં લગ્ન સમારંભની ઓનલાઇન નોંધણી કરાવી પડશે
- વેરાવળ પાલિકા સંચાલિત ગેસ સ્મશાન ભઠ્ઠી આગામી 10 દિવસ માટે બંધ રહેશે
ગીર-સોમનાથઃ જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 40 હજાર 743 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારે વધુ 1,251 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
![ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-corona-update-gjc1026_23042021202629_2304f_1619189789_430.jpg)
આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં નવા 11 નવા કેસ, 1નું મોત
જિલ્લામાં લગ્ન સમારંભની ઓનલાઇન નોંધણી કરાવી પડશે
આ અંગે PI ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના મહામારીનો કહેર વધી રહયો છે. ત્યારે લોકોની સુખાકારી માટે રાજય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ચોકકસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લામાં હાલના સમયમાં લગ્ન પ્રસંગની ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે. રાજય સરકારના સીટીઝન પોર્ટલ https://gujhome.gujarat.gov.in/portal/webHP પર નોંધણી કરાવવાની રહેશે. લગ્ન પ્રસંગમાં 50થી વધારે વ્યકિત એકઠા ન કરીએ તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ ગાઇડ લાઇનનુ પાલન નહી કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહીમાંથી પસાર થવુ પડશે. આ ગાઇડલાઇનનુ પાલન કરવુ એ જવાબદારી સમજી યોગ્ય રીતે નિભાવી આપણે ભારતદેશના જવાબદાર નાગરીક બનીએ.
![ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjc-girsomnath-corona-update-gjc1026_23042021202629_2304f_1619189789_98.jpg)
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ, 1122 નવા કેસ સામે આવ્યા
સમારકામ શરૂ કરવાનું હોવાથી આગામી 10 દિવસ સુધી ગેસ સ્મશાન ભઠ્ઠી બંધ રહેશે
સોમનાથ સાંનિઘ્ય ત્રીવેણ સંગમ પાસે વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્મશાનની ભઠ્ઠી કાર્યરત છે. જેમાં ફરજિયાત સમારકામ કરાવવું જરૂરી હોવાથી આગામી 10 દિવસ સુધી ગેસ આધારીત સ્મશાન ભઠ્ઠી બંધ રાખવાની ફરજ પડવામાં આવી છે. જેથી અંતિમ ક્રિયા માટે આવતા લોકોએ ભઠ્ઠીનું સમારકામ પુરુ ન થાય ત્યાં સુધી પરંપરાગત સ્મશાનની ખાટલીઓનો ઉપયોગ કરવા પાલિકાએ અપીલ કરી છે.