ETV Bharat / state

વેરાવળમાં એક સંગઠનના કાર્યકર્તાઓ પર અને પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલાના પ્રકરણમાં વધુ 6 આરોપીઓ ઝડપાયા - Honorable Court

વેરાવળ શહેરમાં ત્રણ દિવસ પહેલા એક સંગઠનના સભ્યો તથા પોલીસ ઉપર જીવલેણ હુમલો (attack) કરી લુંટ ચલાવનારા 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ (Remand) કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં છે. આ બનાવમાં આજે મંગળવારે વધુ 6 આરોપીઓની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

વેરાવળમાં એક સંગઠનના કાર્યકર્તાઓ પર અને પોલીસકર્મી ઉપર જીવલેણ હુમલાના પ્રકરણમાં વધુ 6 આરોપીઓ ઝડપાયા

author img

By

Published : Jun 22, 2021, 3:32 PM IST

  • એક સંગઠનના સભ્યો પર તેમજ પોલીસ પર કરાયો હતો હુમલો
  • હુમલો કરી લુંટ ચલાવનારા 6 આરોપીના 9 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં
  • આ ઘટનામાં વધુ 6 આરોપીઓ ઝડપાયા

વેરાવળઃ શહેરમાં ગત તારીખ 18 ના રાત્રીના એક સંગઠનના સભ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો અને અન્ય 10થી 15 શખ્સોને બોલવી તેના પર હુમલો કર્યો હતો. જોકે, આ એક સંગઠનના સભ્યનો મીત્ર વચ્ચે છોડાવવા આવતા તેના ઉપર પણ લોખંડના પંચ તેમજ પથ્થરોના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત શખ્સે જીવ બચાવી સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા, ત્યાં પણ 10 શખ્સોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી એક સંગઠનના સભ્યો ઉપર છરી વડે હુમલો કરી અને પથ્થરોના ઘા કરતા સિવિલ હોસ્પિટલ (Civil Hospital)નો દરવાજો તુટી ગયો હતો.

સોનાના ચેઇનની લુંટ થઈ હોવાની નોંધાઈ હતી ફરિયાદ

આ ઘટના દરમિયાન PSI સહીતનો સ્ટાફ સ્થળે પહોંચતા આ શખ્સોએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓને પણ ઇજાઓ થઈ હતી. ઐ શખ્સોએ એક પોલીસ કોન્સ્ટેબલને મારી નાખવાના ઇરાદાથી છરીના ઘા મારતા તેમને પણ ઇજાઓ થઈ હતી. ગળામાં પહેરેલો સોનાના ચેઇનની લુંટ થઈ હોવાની ફરીયાદ પણ પોલીસમાં નોંધાઈ છે.

આ પણ વાંચોઃ ગીર-સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં શુક્રવારે થયુ જૂથ અથડામણ, 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

સીટી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનારાઓ 6 શખ્સોની કરી હતી ધરપકડ

આ બનાવમાં વેરાવળ સીટી પોલીસે (City Police) ગણતરીના કલાકોમાં હુમલો કરનારાઓ 6 શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવની વધુ તપાસ ASP એ સંભાળી અટક કરાયેલા 6 આરોપીઓને વેરાવળ નામદાર કોર્ટમાં 13 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જેમાં સરકાર તરફે APPએ દલીલ કરતા જણાવ્યું કે, શહેરમાં ભુતકાળમાં કોમી રમખાણોના બનાવો બન્યાં છે અને આ બનાવમાં પણ આવા રમખાણો આચરવાનો કોઇ મલીન ઇરાદો હતો કે કેમ? આ કાવતરૂ રચનારાઓમાં કોણ-કોણ મદદગારીમાં હતા? કંઇ જગ્યાએ કાવતરૂ રચાયું તે તપાસ કરવાની બાકી હોય તેમજ બનાવમાં ઉપયોગ કરેલા હથીયારો કબ્જે કરવાના બાકી હોય અને આરોપીઓએ ઉપયોગમાં લીધેલા વાહનો પણ કબ્જે કરવાના બાકી છે.

આ પણ વાંચોઃ કડીમાં ખેતરમાં એકલી મહિલા પર હુમલો કરી લૂંટારુઓ મહિલાના કડલા લઈ ફરાર

વધુ 6 આરોપીઓની અટક કરાઈ

આ ઉપરાંત અજાણ્યા શખ્સો કોણ- કોણ હતા તેને પકડવાના બાકી હોવાથી અને આ બનાવથી શહેરમાં કાયદો વ્યવસ્થા ના વિખાય તે માટે જીણવટ ભરી તપાસ કરવાની અધિકારીને જરૂરત હોવાની સમગ્ર દલીલોને ધ્યાને લઇ ચિફ જયુડી. મેજી. બી.વી.સંચાણીયા એ 6 આરોપીઓને નવ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ ફરમાવ્યો છે. આ ઉપરાંત આ બનાવમાં વધુ 6 આરોપીઓની આજે મંગળવારે અટક કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.