ETV Bharat / state

ફેબ્રુઆરીમાં પોણા 5 લાખ ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે - રાહત પેકેજ

પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના ફેબ્રુઆરી માસ દરમિયાન 4,77,296 જેટલા દર્શનાર્થીઓએ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાનદારોને ભાડામાં રાહત આપેલી છે.

ફેબ્રુઆરીમાં પોણા 5 લાખ ભાવિકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે

author img

By

Published : Mar 9, 2021, 12:12 PM IST

  • સોમનાથ મહાદેવને ફેબ્રુઆરીમાં પોણા પાંચ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું
  • સોમનાથ ટ્રસ્ટના દુકાનદારોને કોરોના કાળના ભાડામાં રાહત અપાઈ
  • ચાર માસ રપ ટકા ભાડામાં રાહત જાહેર

સોમનાથ: પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના ફેબ્રુઆરી માસ દરમિયાન 4,77,296 જેટલા દર્શનાર્થીઓએ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાનદારોને ભાડામાં રાહત આપેલી છે.

નવેમ્બર 2020થી સોમનાથ મંદિરે આવતા યાત્રિકોમાં ઉત્તરોતર વધારો

કોરોના કાળથી આજ સુધીના વિતેલા 11 માસમાં દિન-પ્રતિદિન સોમનાથ મહાદેવના દર્શનાર્થીની વધતી સંખ્યામાં ફેબ્રુઆરીમાં દર્શનાર્થીની સંખ્યા સર્વોચ્ય છે. માર્ચ માસમાં કોરોના અને નિયંત્રણને એક વર્ષ પૂર્ણ થશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પી.કે.લ્હેરી તથા GM વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, સાવચેતી અને શ્રધ્ધાળુઓનું સન્માન જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. નવેમ્બર 2020થી સોમનાથ મંદિરે આવતા યાત્રિકોમાં ઉત્તરોતર વધારો થતો જોવા મળેલી છે. 19 જૂન 2020 સુધી કોરોના સાવચેતીના અનુસંધાને સરકારની સુચના અનુસાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યુ હતુ.

આ પણ વાંચો: સોમનાથ મંદીરનો પ્રસાદ હવે ભાવિકોના ઘર સુધી પહોંચશે, પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ

સોમનાથ મહાદેવને ફેબ્રુઆરીમાં પોણા પાંચ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યું

સોમનાથ ખાતે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં 2020ના વર્ષમાં જૂનમાં 57488, જૂલાઇમાં 100393, ઓગસ્ટમાં 160000, સપ્ટેમ્બરમાં 101312, ઓકટોબરમાં 143235, નવેમ્બરમાં 350640, ડિસેમ્બરમાં 281696 તથા વર્ષ 2021માં જાન્યુઆરીમાં 438000 અને ફેબ્રુઆરીમાં 477296 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા.

આ પણ વાંચો: પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવની વર્ષ 2021ની પ્રથમ આરતી

સોમનાથ ટ્રસ્ટના દુકાનદારોને કોરોના કાળના સમયગાળાના ભાડામાં રાહત અપાઈ

આ ઉપરાંત ટ્રસ્ટી સચિવ પી.કે.લ્હેરીએ જણાવ્યું હતુ કે, 1 ફેબ્રુઆરીના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાન ધરાવતા દુકાનધારકોને એપ્રિલ 2021થી જૂલાઇ 2021 સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલા છે. આ અગાઉ એપ્રિલ 2020થી જુન સુધી સંપૂર્ણ ભાડુ માફ કરવામાં આવ્યું હતુ. 2020 જૂલાઇથી માર્ચ 2021 સુધી એટલે કે, 9 મહિના 50 ટકા તથા એપ્રિલ 2021થી જૂલાઇ 2021ના 4 માસ માટે 25 ટકા ભાડામાં રાહત જાહેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.