ગીરસોમનાથ : જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા કામગીરીના ભાગરૂપે સરકાર દ્વારા દરેક વ્યક્તિઓએ જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે વેરાવળ,પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં પણ આ સૂચનાની અમલવારીના ભાગરૂપે તમામ લોકો ઘરની બહાર નિકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરવાનું, મોઢું કપડાથી ઢાંકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કોઇ આ સૂચનાનો ભંગ કરતા જોવા મળશે, તેમની પાસેથી નગરપાલિકા રૂપિયા 100નો દંડ વસૂલ કરશે.
ત્યારે વેરાવળ,પાટણ સંયુકત નગરપાલિકાનાં ચીફ ઓફિસર અને સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં અને શાકમાર્કેટ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાતા 42 વ્યક્તિઓએ માસ્ક ન પહેરેલા હોવાથી, તેમની પાસેથી રૂપિયા 4200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.