ETV Bharat / state

વેરાવળના સમુદ્ર તટ પર જમ્મુ-કાશ્મીરના 28 તાલીમાર્થી પહોંચ્યા - Veraval beach

કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રેકટીકલ પ્રોજેક્ટ માટે એજયુકેશનલ ટુર અંર્તગત જમ્‍મુ કાશ્‍મીરના 28 વિઘાર્થીઓ બે વૈજ્ઞાનિકોની સાથે સમુદ્ર તટની અને દરિયાઇ જીવ સૃષ્‍ટ‍િ અંગે જાણકારી મેળવવા મત્‍સ્‍યોઉદ્યોગ ઇન્‍ડસ્‍ટ્રીઝના હબ એવા વેરાવળ (સોમનાથ) આવ્‍યા હતા.

વેરાવળના સમુદ્ર તટ પર જમ્મુ-કાશ્મીરના 28 તાલીમાર્થી પહોંચ્યા

author img

By

Published : Mar 20, 2021, 10:32 PM IST

  • વેરાવળના સમુદ્ર તટ પર પ્રશિક્ષણ માટે જમ્મુ કાશ્મીરના 28 વિદ્યાર્થીઓઓ પહોંચ્યા
  • દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ
  • જીવ સૃષ્ટિ અંગે માહિતગાર બની વિદ્યાર્થીઓ રોમાંચિત બન્‍યા

ગીર સોમનાથઃ 370ની કલમ હટાવ્‍યા બાદ જમ્મુ કાશ્મીરમાં દરેક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર કટીબદ્ધ છે. ખાસ કરીને કાશ્‍મીરના યુવા વર્ગને આત્‍મનિર્ભર બનાવી વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે. જે મુજબ કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રેકટીકલ પ્રોજેક્ટ માટે એજયુકેશનલ ટુર અંર્તગત જમ્‍મુ કાશ્‍મીરના 28 વિઘાર્થીઓ બે વૈજ્ઞાનિકોની સાથે સમુદ્ર તટની અને દરિયાઇ જીવ સૃષ્‍ટ‍િ અંગે જાણકારી મેળવવા મત્‍સ્‍યોઉદ્યોગ ઇન્‍ડસ્‍ટ્રીઝના હબ એવા વેરાવળ (સોમનાથ) આવ્‍યા છે. અહીં વેરાવળ-સોમનાથ સહિત આસપાસના સમુદ્ર કિનારા પરની જીવ સૃષ્ટિ અંગે માહિતગાર બની વિદ્યાર્થીઓ રોમાંચિત બન્‍યા હોવાની લાગણી વ્‍યક્ત કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરથી તાલીમાર્થીઓ પહોંચ્યા વેરાવળ-સોમનાથ

મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે વેરાવળ ગુજરાત અને સમગ્ર દેશમાં હબ ગણાય છે. અહીં ગુજરાતના 80 ટકા ફિશ પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ પ્લાન્ટ કાર્યરત છે. તો સાથે સાથે અહીં દરિયાકિનારે જ ફિશરીઝ કોલેજ પણ કાર્યરત છે. કોલેજમાં દરિયાય માછલીઓ પર સંશોધન સાથે મત્સ્ય પાલનના અનેક વિધ અભ્યાસ ક્રમો ચાલી રહ્યા હોય. જેમાં મોટી સંખ્‍યામાં વિઘાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે, ત્યારે જમ્મુ કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બેચલર ઓફ ફિશરીઝ સાયન્સનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સમૂહ બે વૈજ્ઞાનિકોની સાથે વેરાવળ-સોમનાથના સમુદ્ર કિનારે દરિયાઈ માછલીઓ તેમજ જીવ સૃષ્ટિ અંગે પ્રેકટીકલ પ્રશિક્ષણ મેળવવા માટે આવી પહોંચ્યા છે. અહી અઠવાડીયા સુધી રોકાણ કરી દરિયાઇ જીવ સૃષ્‍ટી અને સમુદ્ર તટની માહિતી જાણશે.

વેરાવળના સમુદ્ર તટ પર જમ્મુ-કાશ્મીરના 28 તાલીમાર્થી પહોંચ્યા

આપણ વાંચોઃ INS વાલસુરા ખાતે વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઈ

કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ

કાશ્‍મીરના વિઘાર્થીઓની વેરાવળની મુલાકાત અંગે સાથે આવેલા કાશ્મીર યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ.અસફાક ફારૂક અગાએ જણાવ્યું કે, કાશ્મીરમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે ઉદ્યોગ નથી માત્ર ટુરીઝમ અને સરકારી નૌકરી જ છે અને કાશ્‍મીરના તમામ યુવાઓને સરકારી નૌકરી મળે તે શક્ય નથી, ત્‍યારે યુવા વર્ગ માટે કેન્દ્ર સરકારના આ પ્રકારના પ્રોજેક્ટ આત્‍મનિર્ભર બની રોજગારી મેળવવામાં ખૂબ જ લાભદાયી નીવડી શકે છે. જેથી કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિભાગ અંતર્ગત ખાસ પ્રોજેક્ટ હેઠળ કાશ્‍મીરના વિદ્યાર્થીઓ એજયુકેશનલ ટુર હેઠળ વેરાવળ આવ્‍યા હતા.

તાલીમ આપી વિદ્યાર્થીઓને રોજગાર મેળવવા આત્‍મનિર્ભર બનાવી શકાય

વૈજ્ઞાનિક ડૉ.અસફાક ફારૂકે જણાવ્યું કે, આઇસીઆરના નહેપ પ્રોજેકટ અંર્તગત કંઇ રીતે તાલીમ આપી વિદ્યાર્થીઓને રોજગાર મેળવવા આત્‍મનિર્ભર બનાવી શકાય છે. તે માટે આ એજ્યુકેશનલ ટુરનું વિદ્યાર્થીઓ માટે આયોજન કરાવામાં આવેલ છે. કાશ્‍મીરમાં ફકત મીઠા(નદી)પાણીની માછલીઓ છે. જયારે વેરાવળમાં દરિયાકિનારે ખારા પાણીની માછલીઓ છે. સાથો સાથ મત્‍સ્‍યોદ્યોગનું હબ વેરાવળ હોવાથી અહીં માછલી પકડવાથી લઇને તેની પ્રોસેસ કર્યા બાદ એક્ષપોર્ટ કરી બજારમાં કંઇ રીતે વેંચાણ થઇ શકે ત્‍યાં સુધીની તમામ પ્રવૃતિઓ મોટાપાયે થતી હોવાથી તેનું નિરીક્ષણ કરી શકે તેમજ મત્‍સ્‍યોદ્યોગમાં અહીંયા અને કાશ્‍મીરમાં કેવી રીતે કામગીરી થાય છે. તેની જાણકારી મેળવી નવું શીખી શકે તે માટે વિઘાર્થીઓને અહી લઇ આવવામાં આવેલા છે. વધુમાં મત્‍સ્‍યોદ્યોગમાં કેવી પ્રકારની રોજગારી મેળવવાની સાથે નૌકરીઓની તકો છે તેની જાણકારી મેળવી શકે સાથો સાથે ખાલી કાશ્‍મીરમાં જ નહીં દેશના અન્‍ય ભાગોમાં મત્‍સ્‍યોદ્યોગમાંથી પણ નૌકરી મેળવી શકાય છે. વેરાવળમાં જે ફીશીગને લગતા નાના મોટા પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ પ્‍લાન્‍ટો કાર્યરત છે. તેવા પ્‍લાન્‍ટો કાશ્‍મીરમાં પણ કાર્યરત કરી સારા એવા ઉદ્યોગ સાહસિક બની શકાય તેવી જાણકારીઓ મેળવ્‍યા બાદ કાશ્‍મીરના વિઘાર્થીઓની અંદર આત્‍મનિર્ભર બની રોજગારી મેળવવાનો આત્‍મવિશ્‍વાસ વધુ મજબુત બનવવાના હેતુસર આ એજ્યુકેશનલ ટુર અંર્તગત વિદ્યાર્થીઓને અહીં લઇ આવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ બન્યા પ્રભાવિત

એજયુકેશનલ ટુરમાં આવેલા વિદ્યાર્થીઓના સમૂહમાં 28 વિદ્યાર્થીઓ જમ્મુ કાશ્મીરના તેમજ કેરલા, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશના 5 સહિત કુલ 33 વિદ્યાર્થીઓ વેરાવળ આવેલા છે. તે પૈકીના કાશ્‍મીરની તલફીદાવાની, ઓરિસ્સાના આશુતોષ બીસ્વાલ, અરૂણાચલની રેધ્યુમામા નામની વિદ્યાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલા કે, અહીં વેરાવળ, સોમનાથ આસપાસના સમુદ્ર કિનારા પર દરિયાઈ જીવ સૃષ્ટિ સાથે વેરાવળ બંદરનું અને GIDCમાં કાર્યરત ફિશ એક્સપોર્ટ યુનિટોની રૂબરૂ મુલાકાત લઇ ફિશીગ અને ફીશ ફોર્ઝનની તમામ પ્રોસેસની માહિતી મેળવ્‍યા બાદ ઘણું નવું જાણવા અને શીખવા મળ્‍યુ છે. જ્યાંથી આવીએ છે, ત્‍યાં દરિયાકિનારો નથી પરંતુ અહીયા અમને ઘણું નવું શીખવાની તક મળી હોવાથી આવીયા છે. ગુજરાતનો સૌથી લાંબો દરીયાકિનારો ઇકોનોમી માટે મહત્‍વપૂર્ણ હોવાથી અહીના દરિયાકિનારે જીવસૃષ્‍ટ‍િ અંગે રીસર્ચ કરવાનો જુદો જ અનુભવ મળ્યો છે. કેમ કે, અમો અત્‍યાર સુધી કોલેજમાં બુકની માહિતી વાંચી જ બધુ ભણ્‍યા છીએ પરંતુ અહીયા આવી પ્રેકટીલ કામગીરી કરી ઘણું નવું શીખવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.