ETV Bharat / state

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ

કોડીનારમાં કોરોના સંક્રમણ ખૂબ વધ્યું છે. ત્યારે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનાં જાહેરનામાનો ભંગ કરતા 28 લાપરવાહ વેપારીઓ પકડાતા દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
author img

By

Published : Apr 16, 2021, 12:56 PM IST

Updated : Apr 16, 2021, 2:11 PM IST

  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
  • આજથી ત્રણ દિવસનાં સંપૂર્ણ લોકડાઉનનાં નિર્ણયમાં પણ સહયોગ આપવા તંત્રની અપીલ
  • સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા 28,000નો દંડ

ગીર સોમનાથ: કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે. કોડીનાર ચેમ્બર તથા આગેવાનો દ્વારા સાંજે 6 વાગ્યે દુકાનો બંધનું એલાન આપીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી કાળજી રાખવા વારંવારની અપીલ પછી પણ નહીં સમજતા છેવટે કોડીનાર PI સંદિપસિંહ ચુડાસમાએ કાયદાનું શસ્ત્ર ઉગામીને કોડીનાર શહેરમાં માસ્ક ઝુંબેશ હાથ ધરીને 28 જેટલા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમિત ચાવડાએ ડીસામાં ભાજપ ધારાસભ્યએ કરેલ સોશિયલ ડિસ્ટન્સના ભંગ પર પ્રતિક્રિયા આપી

જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરવા માટે રૂપિયા 28,000નો દંડ કર્યો હતો. આ ઉપરાંત એક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કોડીનાર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા માટે આગામી 16થી 18 એપ્રિલ સુધી 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોઈને ખોટી રીતે દંડ ન થાય તે માટે સંપૂર્ણપણે નિતિ-નિયમોનું પાલન કરીને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ મનપાની ડ્રાઈવ, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 32 લોકોને દંડ કરાયો

Last Updated : Apr 16, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.