- ગીર સોમનાથ જિલ્લામાં નવા 222 કોરોના કેસ નોંધાયા
- જિલ્લામાં શનિવારે 3,823 લોકોનું કરાયું કોરોના રસીકરણ
- મત્સ્યદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ જિલ્લાની લીધી મૂલાકાત
ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં કોરોના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે ફરી કેસોની સંખ્યામાં નોંઘપાત્ર વઘારો થયો છે. જિલ્લામાં કોરોના વાઈરસના નવા 222 કેસ નોંધાયા છે.
જિલ્લાના ક્યા તાલુકામાં કેટલા કેસ નોંધાયા?
શનિવારે નોંધાયેલા કેસમાંં જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં સૌથી વધુ 79, સુત્રાપાડામાં 16, કોડીનારમાં 28, ઉનામાં 46, ગીરગઢડામાં 21, તાલાલામાં 32 કેસો નોંઘાયા છે. શનિવારે જિલ્લામાં એક પણ કોરોના દર્દીનું મોત થયુ નથી. જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા 15 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલુ છે. શનિવારે સમગ્ર જિલ્લામાં ફકત 3 હજાર 823 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 78 હજાર 484 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે.
આ પણ વાંચોઃ વેરાવળના તાંતીવેલા ગામનાં પ્રાથમિક શાળાનાં આચાર્યનો અનોખો સેવાયજ્ઞ
મત્સ્યદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ જિલ્લાની લીધી મૂલાકાત
ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે વેરાવળ પહોંચેલા મત્સ્યદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ જિલ્લા વહીવટીતંત્રના અઘિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને આરોગ્યતંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં મત્સ્યદ્યોગ પ્રધાન ચાવડાએ જણાવ્યુ કે, ઓક્સિજન અને રેમડેસીવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્ધ સંશાધનોના સુનિયોજીત ઉપયોગ થાય અને શહેર-જિલ્લાના નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય તે માટે વેગવંતુ કામ કરવા સુચના આપી હતી.
આ પણ વાંચોઃ કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પોતાનું ઘર તો ભુલી ગયા, પરંતુ તરછોડી દિધેલા સંતાનોને ભુલ્યા નથી
કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર સંવેદનશીલતા સાથે પ્રયત્નશીલ
રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર આરોગ્યક્ષેત્રે સંવેદનશીલતા સાથે પ્રયત્નશીલ છે. લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્ધ કરવા પ્રમાણિક પ્રયાસો કરી રહી છે. બેઠકમાં ભાજપના નેતા ઝવેરી ઠકરાર, માનસિંહ પરમાર, અધિક કલેકટર ખાચર, પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.