ETV Bharat / state

ગીર સોમનાથમાં 2 કોરોનાના કેસ નેગેટિવ આવ્યાં, તંત્રએ લીધો રાહતનો શ્વાસ - gujrat in corona

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આઈસોલેશનમાં રાખેલા 2 શંકાસ્પદ દર્દીના કોરોના વાઇરસના રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતા. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથના 2 કોરોનાના કેસ નેગેટિવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ

author img

By

Published : Apr 5, 2020, 2:11 PM IST

ગીર સોમનાથઃ કોરોના વાઇરસને મહામારીને કારણે ભારત દેશની સાથે ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર અને વ્યવસ્થા તંત્ર કામે લાગ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસના સંક્રમણથી બચવા સતત રાઉન્ડ ધી કલોક વહીવટી તંત્ર, આરોગ્ય શાખા, પોલીસ તંત્ર અને નગરપાલીકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લાના લોકો પણ કોરોના વાઇરસ પ્રત્યે જાગૃત થયા છે. જિલ્લા ભરમાં વિદેશમાંથી આવેલા પ્રવાસી અને નાગરિકોને કોરોન્ટાઈન કરી આરોગ્ય શાખા દ્રારા સતત દેખરેખ રાખી આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

ત્યારે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ગીર સોમનાથની સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે આઈસોલેશનમાં રાખવામાં આવેલા 2 શંકાસ્પદ દર્દીઓના કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટીવ આવેલો છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય શાખા અને તાલુકા આરોગ્ય શાખાના આરોગ્ય કર્મચારી, આશા વર્કર, અને આંગણવાડી કર્મચારીઓ દ્રારા જિલ્લામાંથી આવેલા કોરોના વાઇરસના પોઝીટીવ કેસના દર્દીઓના ઘરની આજુબાજુ 3254 ઘરોની મુલાકાત લઈ 15454 વ્યક્તિનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કર્મચરીઓએ ઘરે ઘરે જઈ 77 ટકા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમા સામાન્ય તાવના-653, કફના-1324 લોકોને સ્થળ ઉપર સારવાર કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.