જૂનાગઢઃ નજીકના માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામે નદીમાંથી દટાયેલી બે અલભ્ય પૌરાણીક મૂર્તીઓ મળી આવી હતી. અંદાજે 4 ફૂટની ઊંચાઈ અને 3 ફૂટ પહોળી મુર્તીઓ મળતાં મામલતદાર અને સરકારી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
બુધેચા ગામે એક ખેડૂત દ્વારા નદી કિનારા પરના રસ્તા ચોમાસાના કારણે રિપેર કરતા હતા, ત્યારે નદી કિનારા નજીક ધૂળ ખોદતાં બે મહાકાય પથ્થર તેમને જોવા મળ્યાં હતા. તે અંગે વધુ તપાસ કરતાં કોતરાયેલા મુગટ દેખાતા હતા અને અન્ય ખેડૂતની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને આ બન્ને પથ્થરો નહી પણ પૌરાણીક સમયની અલભ્ય મૂર્તીઓ હોવાનુ જાણવા મળ્યું હતું.
જેમાં એક મૂર્તીઓ ભગવાન શીવ પાર્વતી નંદી પર સવાર સાથે ગણેશજી છે, તો બીજી મુર્તીમાં સીંહ પર સવાર માતા દુર્ગા કે, વાઘેશ્વરી હોવાનું જાણવા મળ્યુ હતુ. આ બનાવની જાણ ગામના સરપંચે મામલતદાર તેમજ પોલીસ વિભાગને કરતાં તુરંત માળીયા મામલતદાર ચોરવાડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. તો આ મૂર્તીઓને નિહાળવા ઊચ્ચ અધીકારીઓ પુરાતત્વ વિભાગ પણ બુધેચા ગામે આવી પહોંચ્યો હતો.
સમગ્ર ઘટના વિશે માળિયા હાટીના તાલુકાના મામલતદાર પી.એ.ગોહેલે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બુધેચા ગામેથી સરપંચે માહીતી આપતાં અમો ટીમ સાથે અહી પહોચ્યાં છીએ, આ મૂર્તીમાં એક શિવ પાર્વતીની તેમજ બીજી માતાજીની બન્ને મુર્તી ઓ ખૂબ જ પૌરાણીક જણાય છે. આ બાબતે અમોએ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાત અધીકારીને જાણ કરી છે, તેઓ પણ સ્થળ તપાસ કરી આગળની સૂચના આપશે, તે મુજબ કાર્યવાહી કરાશે. હાલ બન્ને મૂર્તીઓ મંદિર પરિસરમાં રખાઈ છે.