- કોરોનાના પ્રકોપને નાથવા
- ડોળાસા ગામના 1200 પરિવાર કરશે સામૂહિક પ્રાર્થના
- એકસાથે એક જ સમયે 1200 ઘરે અગ્નિહોત્ર હવન થશે
ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામડાઓમાં કોરોનાનો કહે૨ છેલ્લા એક માસથી અવિરત ચાલુ છે. છેલ્લા 22 દિવસથી ડોળાસામાં બપોરના 1 વાગ્યાથી લોકડાઉન અમલમાં છે. ગ્રામ પંચાયત દ્વારા આખું ગામ સેનિટાઇઝ કરવામાં આવ્યું છે. લોકો પણ હવે તકેદારી રાખતા થયા છે. માસ્ક બાંધ્યા વગર કોઈ બહાર નીક્ળતા નથી અને કામ વગર કોઇ બહાર નીકળતું નથી. આમ પહેલાની સરખામણીમાં થોડી રાહત છે પણ ગામ કોરોનામુક્ત નથી. આવી સ્થિતિમાં ડોળાસા ગામના 1200 પરિવાર તા.9 એપ્રિલના રોજ સાંજના 4થી 4.30 ક્લાકે એકસાથે ‘અગ્નિ હોત્ર’ હવન કરશે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં દાખલ દર્દીઓની ભગવાનને પ્રાર્થના
RSSના યુવાનો અને કરણી સેનાના યુવાનો યજ્ઞ આયોજનમાં ભાગ લેશે
હાલ કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવ જોવા મળે છે. આ બાબતે ભાવસિંહભાઈ ચૌહાણ જણાવે છે કે, અગ્નિહોત્ર યજ્ઞનો ‘યજુર્વેદ’માં ઉલ્લેખ છે. આ યજ્ઞ સામૂહિક રીતે કરવાથી વાતાવરણમાંથી રોગજન્ય જીવાણુંઓનો નાશ થાય છે. વાતાવરણમાં ઓક્સિજન છૂટ્ટો પડે છે અને લોકોનાં મનમાં હકારાત્મક ભાવ જન્મે છે. ડોળાસા ગામના તમામ હિન્દુ સમાજ, ગાયત્રી પરિવા૨, RSSના યુવાનો અને કરણી સેનાના યુવાનો યજ્ઞ આયોજનમાં ભાગ લેશે.
આ પણ વાંચોઃ કોરાના નાબૂદી માટે ભવનાથના મહંતોએ કરી પ્રાર્થના