- ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઝવેરચંદ મેઘાણીના 125મી જન્મજયંતીની ઉજવણી
- મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે બનશે મ્યુઝિયમ
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ પોર્ટલ લોન્ચ
ગાંધીનગર : આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ આયોજનો કરવામાં આવ્યાં છે. તો સાથે શાળા કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ બવાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં તેમના જીવન સાથે તેમની કૃતિમાં વર્ણવાયેલા વિવિધ પ્રસંગો દ્વારા ઝવેરચંદ મેઘાણી સાહિત્યને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવે તેવું આયોજન થઇ શકે છે.
આ પણ વાંચો: રણછોડભાઈ મારૂની અનોખી મેઘાણી ભક્તિ, ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર
ગુજરાતના 33 જિલ્લાઓમાં પણ અલગ-અલગ કાર્યક્રમો
ગુજરાત સરકાર દ્વારા 33 જિલ્લાઓમાં ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના કાર્યક્રમોના આયોજન વિશે વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વેબ-પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો રાજ્યના સરકારી ગ્રંથાલયોમાં ઝવેરચંદ મેઘાણી કોર્નર બનાવવા માટે તેમના પુસ્તકોના સેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
કોણ કોણ રહ્યું હતું હાજર
ગુજરાત સરકારના કાર્યક્રમ કસુંબીનો રંગ ઉત્સવમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમના પત્ની અંજલિબેન રૂપાણી, ઝવેરચંદ મેઘાણીના પરિવારના સભ્ય પીનાકીન મેઘાણી, સરકારના સચિવો, જાણીતા કલાકારો ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, ઓસમાન મીર, કિંજલ દવે સહિત અલગ અલગ આમંત્રિત લોકો હાજર રહ્યા હતા