ETV Bharat / state

વર્લ્ડ કપ ફાઇનલમાં મેદાન પર વિરાટને ભેટવા દોડેલો ઓસ્ટ્રેલિયન યુવક ગાંધીનગર કોર્ટમાં રજૂ થશે, ક્રાઇમ બ્રાંચની તપાસ શરુ - નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

વર્લ્ડ કપ 2023 ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સનની હરકતે ભારે હલચલ જગાવી હતી. પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે અને બપોરે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે આ યુવકની પોલીસે કરેલી પ્રાથમિક તપાસ શું કહી રહી છે જૂઓ. World Cup 2023 Final Ahmedabad Australian citizen Van Johnson Gandhinagar Court

વર્લ્ડ કપ ફાઇનલમાં મેદાન પર વિરાટને ભેટવા દોડેલો ઓસ્ટ્રેલિયન નાગરિક યુવક ગાંધીનગર કોર્ટમાં રજૂ થશે, ક્રાઇમ બ્રાંચની તપાસ શરુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 2:30 PM IST

Updated : Nov 20, 2023, 4:28 PM IST

ગાંધીનગર : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો નાગરિક વેન જોન્સન ગેરકાયદેસર રીતે સ્ટેડિયમની અંદર પ્રવેશી ગયો હતો. ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતાં તે દરમિયાન તેમને મળવાનો અને ભેટવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનામાં સ્ટેડિયમની અંદરના સુરક્ષા કર્મચારીઓ વેન જોન્સનને પકડીને સ્ટેડિયમની બહાર લાવ્યા હતાં અને ચાંદખેડા પોલીસને સોપ્યો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ ઓસ્ટ્રેલિયન નાગરિક વેન જોન્સન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયો છે.

ફરિયાદ નોંધાઈ
ફરિયાદ નોંધાઈ

હર્ષ સંઘવીએ બેઠક બોલાવી: આ ઘટનાને લઇને હલબલી ગયેલી સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગેર કાયદેસર પ્રવેશ મામલો સરકારે અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગરનું તેડું મોકલ્યું છે. લોખંડી સુરક્ષા હોવાનો દાવો કરતી અમદાવાદ પોલીસના સુરક્ષા ઘેરામાં ઓસ્ટ્રેલિયન યુવકે છીડું પાડ્યું હોવાથી સમગ્ર મામલે અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. સાંજે 4 કલાકે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની માહિતી મળી છે.

વેન જોન્સનની હરકતે ભારે હલચલ જગાવી હતી
વેન જોન્સનની હરકતે ભારે હલચલ જગાવી હતી

સ્ટેડિયમમાં કેવી રીતે ઘૂસ્યો ? : ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકેની ફરજ બજાવતા ટી આર અકબરીએ લેખિતમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોતે ફરિયાદી બન્યા છે. જેમાં જણાવાયું છે કે વેન જોન્સનેે રકાયદેસર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રેન્જ 8ના એરિયા નંબર 11ના પોઇન્ટ નંબર R 88માં B-2 બ્લોક લોવર બેઠક વ્યવસ્થા ટીમ એક સાથેના પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતાં ત્યારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બેઠક વ્યવસ્થાની આગળ ઊભી કરવામાં આવેલ જાળી કૂદી જવાનો પ્રયત્ન કર્યો.

છેક ગ્રાઉન્ડ પર કેવી રીતે ધસી ગયો ? : સ્ટાફના કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આરોપી વેન જોન્સને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને જાળી કૂદી ક્રિકેટ મેચમાં ભારતની બેટિંગ ચાલુ હતી તે દરમિયાન જ ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો હતો અને બેટિંગ પીચ પર પણ પહોંચી ગયો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાયેલ મુજબ ઓસ્ટ્રેલિયાનો 24 વર્ષનો નાગરિક વેન જોન્સન કે જે સુરક્ષા કર્મચારીઓનો ઘેરો તોડી અને સુરક્ષા કર્મચારીઓને ધક્કો મારીને ગેરકાયદેસર રીતે વિરાટ કોહલી સુધી પહોંચ્યો હતો.

પ્રાથમિક તપાસમાં વિરાટ કોહલીનો ફેન : ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા 24 વર્ષ નાગરિક વેન જોન્સનની અટકાયત કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ ફરિયાદમાં લેખિતમાં સામે આવ્યું છે કે આરોપીને પૂછપરછ દરમિયાન તે વિરાટ કોહલીનો મોટો ફેન હોવાનું અને તેના કારણે જ તે ક્રિકેટ મેચ જોવા આવ્યો હતો અને ચાલુ મેચ દરમિયાન જાળી કૂદીને ગ્રાઉન્ડમાં દોડી આવ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. જ્યારે પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે આરોપીએ ઓસ્ટ્રેલિયામાં પણ અગાઉ આવી જ રીતે સ્ટેડિયમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં પણ તેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે.

4.30 કલાકે ગાંધીનગર કોર્ટમાં આરોપીને રજૂ કરશે : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ દરમિયાન વિરાટ કોહલીને મળવા પહોંચેલ ઓસ્ટ્રેલિયાના નાગરિક વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાઇ છે. હાલ તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે ત્યારે 4:30 કલાકની આસપાસ આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદ એક ગાંધીનગરમાં આવે છે. તેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીને 4:30 કલાકે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરશે કે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 332 અને 447 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના કામમાં ખલેલ પહોંચાડવી અને અપરાધી જેવો વ્યવહાર કરવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  1. વર્લ્ડ કપ 2023 ફાઈનલઃ મેચ દરમિયાન 108ને કુલ 219 ઈમરજન્સી કોલ્સ મળ્યા, એક પણ મૃત્યુ નહીં
  2. વર્લ્ડ કપ 2023 ફાઇનલઃ હાર બાદ કોચ રાહુલ દ્રવિડે અફસોસ જાહેર કર્યો, વાંચો શું કહ્યું પ્લેયર્સ વિશે

Last Updated : Nov 20, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.