ETV Bharat / state

વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા - કોંગ્રેસ

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું આજે રીઝલ્ટ સામે આવશે. સવારે 9 કલાકથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ની સંપૂર્ણ જવાબદારી જેમના સીરે સોપવામાં આવી છે, તેવા ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ કહ્યું હતું કે, "અમારી 24 સીટ આવશે પરંતુ જો સીટો ઓછી આવે છે તો પણ અમે વિપક્ષમાં રહી કામ કરીશું પરંતુ આમ આદમી પાર્ટી સાથે ક્યારેય સત્તા મેળવવા ગઠબંધન નહીં કરીએ.

વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા

author img

By

Published : Oct 5, 2021, 10:53 AM IST

Updated : Oct 5, 2021, 11:03 AM IST

  • કોંગ્રેસને કોર્પોરેશનની ચૂંટણીમાં 24 સીટોની આશા
  • આપ પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન કોર્પોરેશનમાં બનશે તેવી લોકોમાં ચર્ચા
  • આ વખતે ગત વખતની જેમ એક પણ અમારો ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે

ગાંધીનગર : ગાંધીનગરમાં અત્યાર સુધી BJP એ સ્પષ્ટ બહુમતી મેળવી નથી. પરંતુ, ગયા વખતે 32 સીટો પર ચુંટણી યોજાઈ હતી. ત્યારે ભાજપ પક્ષ તરફથી 16 અને કોંગ્રેસ તરફથી 16 સીટો મેળવી હતી. તેમાં આ વખતની ચૂંટણીમાં 44 સીટો પર ચૂંટણી લડાઇ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ભાજપ અને કોંગ્રેસના આ સીધા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ત્યારે ગાંધીનગરમાં એવી પણ ચર્ચા સામે આવી છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કોર્પોરેશનની ચૂંટણીમાં થશે તેના જવાબમાં સી.જે. ચાવડાએ ગઠબંધનની સ્પષ્ટ ના પાડી હતી.

24 કરતા વધુ બેઠકો મેળવીશું- સી.જે.ચાવડા

સી.જે. ચાવડા જણાવ્યું હતુ કે, આ વખતે પણ અમારા મત વિસ્તારના મતદાતા ઉપર વિશ્વાસ છે. ત્રીજી વખત પણ કોંગ્રેસને મત આપશે અને અમારી સરકાર બનશે. આપ પાર્ટી ખૂબ જોરશોરથી પ્રચાર કરતી હતી. કોર્પોરેશન સિવાયના બહારથી કાર્યકર્તાઓ તેઓ લાવતા હતા. કોઈપણ રાજકિયપાર્ટીને લડવાનો અધિકાર છે. પરંતુ અહીંના ધારાસભ્ય તરીકે 2002થી કોંગ્રેસ સાથે કામ કરી રહ્યો છું. મને મતદાતા ઉપર વિશ્વાસ છે પરંતુ આ કોંગ્રેસ અને ભાજપ સાથેનો જ સીધો જંગ છે. પરંતુ મને વિશ્વાસ છે કે, 24 કરતા વધુ બેઠકો અમે મેળવીશું.

વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા

ગઠબંધન નહી કરવાનો દાવો વ્યક્ત કર્યો

સમગ્ર ભારતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે રાજકીય જોડાણ કર્યું નથી. ગાંધીનગર મહાનગરપાલિકામાં અમે પણ મત દાતાઓ પાસેથી કોંગ્રેસ તરીકે જ મત માગ્યા છે. અમને વિશ્વાસ છે કે અમારી બેઠકો પૂર્ણ બહુમતીથી આવશે. જો કદાચ ના બને તો વિપક્ષ તરીકે બેસીને પણ કામ કરીશું પરંતુ ગઠબંધન નહીં કરીએ. આ વખતે અમે જે ઉમેદવારો ઊભા રાખ્યા છે તેઓ બે પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ વર્ષોથી કામ કરતા આવ્યા છે. જેમની સામાજિક જવાબદારી છે અને મતદાતા ઉપર પણ તેમનો પ્રભાવ છે. આમાંથી એક પણ ઉમેદવાર પલટવાર કરશે નહીં.

આ પણ વાંચો : GMC Result Live Update : વોર્ડ નંબર નવમાં ભાજપની આખી પેનલ જીતી

આ પણ વાંચો : Whatsapp, Instagram and Facebook: 7 કલાક પછી પુન: શરુ થયા : જાણો કેમ સેવાઓ થઇ ઠપ

Last Updated : Oct 5, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.