ETV Bharat / state

અમદાવાદમાં દર ચોમાસે પાણી કેમ ભરાઈ જાય છે ? જાણો તેની પાછળનું કારણ - અમદાવાદ

ચોમાસાની સિઝન શરૂ થાય અને જો અમદાવાદમાં થોડો પણ વરસાદ પડે તો પોશ એરિયાથી લઈને સ્લમ વિસ્તારો પાણી પાણી થઈ જાય છે. એક બાજુ અમદાવાદ સતત વિકાસની હરળફાળ ભરી રહ્યું છે તો બીજી તરફ આ જ અમદાવાદ ચોમાસામાં વરસાદના પાણીમાં ગરકાવ થઈ જાય છે. આનું પાછળનું કારણ શોધવા IIT ગાંધીનગર દ્વારા રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. જાણો શું કહે છે રિચર્ચ...

અમદાવાદમાં દર ચોમાસે પાણી કેમ ભરાઈ જાય છે ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 8:02 AM IST

અમદાવાદમાં દર ચોમાસે પાણી કેમ ભરાઈ જાય છે ?

ગાંધીનગર: ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં વરસાદ પડે તો ગણતરીના કલાકોમાં જ અમદાવાદના પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે. અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવે છે અને આ સમયે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. કલાકો કલાક સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળે છે.

IIT ગાંધીનગર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં પાણી ભરાવા બાબતનું મુખ્ય કારણ જાણવા માટે એક રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ સાબરમતી નદીની આસપાસના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. જાણો શું છે એ કારણો કે દર વખતે ચોમાસામાં અમદાવાદ પાણીમાં ડૂબી જાય છે ચાલો જાણીએ...

અમદાવાદના વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ:

રિસર્ચ કરતા IIT ગાંધીનગર ના પ્રોફેસર ઉદિત ભાટિયાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદના અમુક વિસ્તારમાં દર ચોમાસાના પાણી ભરાઈ જાય છે ત્યારે આવા વિસ્તારોને આઇડેન્ટિફાઈડ કરીને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રેનેજ પેટર્નનો મેપ કરવામાં આવ્યો અને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ હોલ ઉપર મેપિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાણી ભરાવવાના ચોક્ક્સ કારણો પર સર્વે કરવામાં આવ્યો હતો.

આ સર્વેમાં એવું સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે અમદાવાદનું શહેરીકરણ થયું છે, વિકાસને વેગ મળ્યો છે, શહેર દિવસે ને દિવસે વધી રહ્યું છે. પરંતુ જે ફ્લડ એક્સેસ પોઇન્ટ વર્ષો પહેલા જે હતા તે હવે એટલા સક્રિય રહ્યા નથી. ડ્રેનેજ સિસ્ટમ હજુ પણ ભૂતકાળની પરિસ્થિતિ જેવું જ છે તેમાં નથી બદલાવ થયો કે નથી કેપેસિટીમાં વધારો કરવામાં આવ્યો.

ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ફક્ત નામનું !

પ્રોફેસર ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલના વર્તમાન સમયમાં ગ્રીન સ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે ત્યારે આ બાબતે અમદાવાદ શહેરમાં રિસર્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ફૂટપાથ ઉપર અથવા તો અમુક મકાનોમાં ધાબા ઉપર એવા ગ્રીન કવચ મટીરીયલનો ઉપયોગ કરવો કે જે આ મટિરિયલ પાણીને શોષીને ધરતી સુધી પહોંચાડે પરંતુ તેની એફિસીએશન બાબતે પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં જે રીતે વિસ્તૃતકરણ થયું છે, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ મોંઘુ પણ છે. ત્યારે ડ્રેનેજ સિસ્ટમને વધુ મજબૂત કર્યા વગર ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ જવું યોગ્ય છે કે નહીં પરંતુ તે બાબતે પણ સર્વેમાં સામે આવ્યું કે આ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામનું નથી પરંતુ આ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત હીટ વેવમાં જ મદદ કરી શકે છે જ્યારે ફ્લડિંગ માટે મહત્વનું નથી.

આવનારા 50 વર્ષની પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ:

રિસર્ચ કરતા ઉદિત ભાટિયાએ રિસર્ચમાં આવેલ કારણો જોતા AMCને સલાહ આપી હતી કે અમદાવાદમાં શહેરીકરણ કરો તો ડ્રેનેજ સિસ્ટમ બાબતે ધ્યાન રાખવું પડશે. ભૂતકાળમાં અમદાવાદ શહેર હોરીઝોન્ટલ ગ્રોથ કરી રહ્યું હતું પણ હવે આજના દિવસોમાં અમદાવાદ શહેર વર્ટિકલ રીતે ગ્રોથ થઈ રહ્યું છે, ત્યારે આવનારા 50 વર્ષની પ્લાનિંગ જોઈશે. આજે ડ્રેનેજ કેપેસિટી બાબતે આયોજન કરવું પડશે. ઉપરાંત ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીએ તો સારું પણ બલાઇન્ડ એપ્રોચ ન કરવો જોઈએ.

  1. અદાણી પોર્ટે ભારતના સૌથી મોટા ફર્ટિલાઈઝર કન્સાઈન્મેન્ટને હેન્ડલ કર્યુ, મોરક્કોથી આવ્યું જહાજ
  2. ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથીઃ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.