ETV Bharat / state

પાણીની અછત ગામડાઓમાં વિરોધ વચ્ચે, પાણી પુરવઠા પ્રધાન કચ્છ અને બનાસકાંઠાની મુલાકાત લેશે - kuvarji bavliya

ગાંધીનગરઃ રાજ્યમાં પાણીને લઈને વિકરાળ સ્થિતિ ઊભી થઈ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા વિસ્તારોમાં પાણી માટે પોકાર પડી રહી છે. તાજેતરમાં જ પાણી પુરવઠા પ્રધાન પોતાના મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 2, 2019, 6:08 AM IST

વિરોધ અને પાણીની અછત વચ્ચે પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા કચ્છ અને બનાસકાંઠા વિસ્તારોની મુલાકાત લેશે. કુવરજી બાવળીયાએ કહ્યું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ માટે ત્રણ દિવસ રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવશે.

કુંવરજી બાવળિયા એ કહ્યું કે હાલમાં ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. મુખ્યપ્રધાન દ્વારા પણ આ બાબતે ચિંતા કરવામાં આવી રહી છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં પાણીની કટોકટી છે ખાસ કરીને તેવા વિસ્તારમાં ત્રણ દિવસનો પ્રવાસ ગોઠવ્યો છે. 2 મે ગુરુવારે અયોધ્યાપુરી, રાપર ટપ્પર ડેમ, વર્ષામેડી હેડ વર્કર્સ, કુકમા હેડવર્કસ, મંગવાણા પંપીંગ સ્ટેશન સહિતની જગ્યા ઉપર રૂબરૂ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જે જિલ્લામાં પાણી પુરવઠા પ્રધાન મુલાકાત કરશે. તે જિલ્લાના કલેકટર સાથે જિલ્લામાં પાણીની કેવી સ્થિતિ છે તે બાબતે ખાસ ચર્ચા કરશે.

પાણી પુરવઠા પ્રધાન ગામડાઓની મુલાકાત કરશે
જે વિસ્તારમાં પાણીની કટોકટી છે. વધારે ટેન્કર મંગાવાની નોબત હશે તો તે પણ તાત્કાલિક ધોરણે પુરી કરવામાં આવશે. સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા કરીને પાણીની સમસ્યાને નિવારવા માટે તમામ પગલાં ભરવામાં આવશે. પ્રવાસ પુર્ણ કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવશે.

Intro:હેડિંગ) ગામડાઓમાં વિરોધ વચ્ચે પાણી પુરવઠા પ્રધાન યાત્રા કરશે

ગાંધીનગર,

રાજ્યમાં પાણીને લઈને વિકરાળ સ્થિતિ ઊભી થઈ છે. કચ્છ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા વિસ્તારોમાં પાણી માટે પોકાર પડી રહી છે. તાજેતરમાં જ પાણી પુરવઠા પ્રધાન પોતાના મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા, ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ અને પાણીની અછત વચ્ચે પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયા કચ્છ અને બનાસકાંઠા વિસ્તારોની મુલાકાત લેશે. કુવરજી બાવળીયાએ કહ્યું કે, રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ માટે ત્રણ દિવસ રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવશે.

Body:કુંવરજી બાવળિયા એ કહ્યું કે હાલમાં ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બની છે ત્યારે મુખ્યપ્રધાન દ્વારા પણ આ બાબતે ચિંતા કરવામાં આવી રહી છે અછતગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે જે વિસ્તારમાં પાણીની કટોકટી છે ખાસ કરીને તેવા વિસ્તારમાં ત્રણ દિવસનો પ્રવાસ ગોઠવ્યો છે ક્યારે બે મેં ગુરુવારે અયોધ્યાપુરી, રાપર ટપ્પર ડેમ, વર્ષામેડી હેડ વર્કર્સ, કુકમા હેડવર્કસ, મંગવાણા પંપીંગ સ્ટેશન સહિતની જગ્યા ઉપર રૂબરૂ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જે જિલ્લામાં પાણી પુરવઠા પ્રધાન મુલાકાત કરશે. તે જિલ્લાના કલેકટર સાથે જિલ્લામાં પાણીની કેવી સ્થિતિ છે તે બાબતે ખાસ ચર્ચા કરશે.

Conclusion:જે વિસ્તારમાં પાણીની કટોકટી છે ત્યાં વધારે ટેન્કર મંગાવાની નોબત હશે તો તે પણ તાત્કાલિક ધોરણે પુરી કરવામાં આવશે. સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા કરીને પાણીની સમસ્યાને નિવારવા માટે તમામ પગલાં ભરવામાં આવશે. પ્રવાસ પુર્ણ કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.