ETV Bharat / state

બહુ કરી, ભાજપમાં જોડાવાના જોશમાં આ નેતાએ એવું કર્યું કે સૌ જોતાં રહી ગયાં - ભાજપમાં જોડાવાના જોશમાં

રાજકારણની ગલિયારીઓમાં અવનવું સામે આવી રહ્યું છે કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) છે. ભાજપ કાર્યાલય કમલમ ( BJP Office Kamlam ) પર એક નેતા બાળકોને લઇને પક્ષમાં જોડાવા ( To Join BJP ) આવી પહોંચ્યાં હતાં. મામલો શું હતો જૂઓ.

બહુ કરી, ભાજપમાં જોડાવાના જોશમાં આ નેતાએ એવું કર્યું કે સૌ જોતાં રહી ગયાં

author img

By

Published : Nov 11, 2022, 5:44 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં એક પક્ષમાંથી બીજા પક્ષ તરફ જવાની હોડ લાગી છે ત્યારે આજે ગાંધીનગર કમલમ ખાતે એક અજબગજબ ઘટના બની હતી. નેતા બનીને વિદ્યાર્થી સેના ચલાવી રહેલા અમદાવાદના વિષ્ણુ દેસાઈ શિવસેનામાં કાર્યકર્તા તરીકે કેટલાક સમયથી કામ કરી રહ્યાં હતાં. ત્યારે આજે ભાજપ કાર્યાલય કમલમ ( BJP Office Kamlam ) ખાતે પક્ષમાં જોડાવા આવ્યાં હતાં ( To Join BJP ) તેમની સાથે આવવા કોઈ કાર્યકર્તા ન મળતા તેઓ પોતાના વિસ્તારના બાળકોને લઈને કમલમ આવી ગયાં ( Vishnu Desai Rally With Children ) હતાં. વિષ્ણુ દેસાઈ બાળકોની રેલી સાથે કમલમ પહોંચતાં ભારે જોણું થયું હતું.

વિદ્યાર્થી સેના નેતા વિષ્ણુ દેસાઈને આમાં કંઇ મુદ્દો લાગતો ન હતો

કમલમમાં હાજર લોકો ચોંકી ગયા બપોરે 12 કલાકની આસપાસ વિષ્ણુ દેસાઈ પોતાના વિસ્તારના બાળકોને લઈને કમલમની બહાર પહોંચ્યા હતાં અને ભારત માતાકી જય નામના સૂત્રોચાર કર્યા હતાં પહેલા તો એવું લાગ્યું કે વિરોધ કરવા આવ્યા છેં પરંતુ કમલમ ખાતે હાજર રહેલા પોલીસના જવાનોએ તપાસ કરી પણ બાળકો ( Vishnu Desai Rally With Children ) ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતાં. ત્યારબાદ કમલમની અંદર ( BJP Office Kamlam )આવીને બાળકો જોરજોર થી ભારત માતા કી જયના નારા લગાવતાં કમલમમાં હાજર રહેલા નેતાઓ આ બાળકો કોણ છે તેવા પ્રશ્નો કર્યા હતાં.

હોદ્દેદારોએ બાળકોને બહાર કાઢ્યા સમગ્ર ઘટનાની જાણ કમલમના ( BJP Office Kamlam )હોદ્દેદારોને થતા હોદ્દેદારોએ કમલમના હોલમાં આવીને બાળકોને બહાર જવાના આદેશ આપ્યા હતાં અને ત્યારબાદ બાળકો બહાર ગયા હતાં. જ્યારે આ સમગ્ર ઘટના બાબતે વિષ્ણુ દેસાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થી સેેના ચલાવી રહ્યો છું અને વિદ્યાર્થીઓ ( Vishnu Desai Rally With Children ) જ મારા કાર્યકર્તાઓ છે. એજ મારી તાકાત છે. અમે ભાજપમાં જોડાવા આવ્યા છીએ. સમગ્ર ઘટનાક્રમને લઇ ભાજપ કાર્યાલયમાં હાજર રહેલા નેતા ઋત્વિજ પટેલે વિષ્ણુ દેસાઈને ઠપકો આપ્યો હતો અને અંદર કાર્યાલયમાં ભાજપનો ખેસ પહેરાવીને ( To Join BJP ) 20 મિનિટની અંદર જ વિષ્ણુ દેસાઈને પરત મોકલી દીધા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.