ETV Bharat / state

વડોદરા માટે લોંગટર્મ એકશન પ્લાન તૈયાર કરવા CM વિજય રૂપાણીનું સુચન

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગવર્નિંગ કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં વર્તમાન સમયમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના વરસાદી પાણી શહેરમાં ફરી વળવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાઓની વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર લાંબા ગાળાનું આયોજન કરશે.

વડોદરાના હાલ ફરીથી બેહાલ ન થાય તે માટે લોંગટર્મ એકશન પ્લાન તૈયાર કરવા વિજય રુપાણીનું સુચન
author img

By

Published : Aug 6, 2019, 10:51 AM IST

Updated : Aug 6, 2019, 1:17 PM IST

વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં ભવિષ્યમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોંગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આયોજન કરે તેવું રૂપાણીએ સૂચન કર્યુ હતું. ગાંધીનગર નજીક આકાર પામેલી ગિફટ સિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ બનાવે છે. તેની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. આ સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ GIDM તૈયાર કરે તેવું સૂચન પણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટની સ્થાપના રાજ્ય સરકારે કચ્છમાં 2001માં થયેલા ભયાવહ ભૂકંપની તારાજી પછી આવી ત્રાસદીઓ સામે પ્રબંધનના હેતુસર 2003માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પસાર કરીને 2012થી અલાયદી ઇન્સ્ટીટયૂટ તરીકે કરેલી છે.
આ વર્ષે સંસ્થા દ્વારા 103 જેટલા ટેકનોલોજી ડ્રિવન વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે અને લોકોને માહિતગાર કરશે તે હેતુની પણ ચર્ચી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જારી કરેલા ડિઝાસ્ટર રિસ્ક રિડકશન માટેના પ્રધાનમંત્રીશ્રીના 10 મુદ્દાઓના એજન્ડાનો પણ અસરકારક અમલ ગુજરાતની આ સંસ્થામાં થઇ રહ્યો છે. આ બાબતે GIDMના ડાયરેકટર જનરલ પી. કે. તનેજાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટીટયુટના સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ જેવા સાર્ક રાષ્ટ્રોમાંથી 383 તજ્જ્ઞો-તાલીમાર્થીઓએ 15 જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.

Intro:રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજરમેન્ટની ગવર્નિંગ કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં વર્તમાન સમયમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના વરસાદી પાણી આવી જવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાંઓની વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકારે લાંબા ગાળાનું આયોજન કરશે.
Body:વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં ભવિષ્યમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોંગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આયોજન કરે તેવું રૂપાણી સૂચન કર્યુ હતું.

ગાંધીનગર નજીક આકાર પામેલી ગિફટ સિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ બનાવે છે તેની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. આ સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ જી.આઇ.ડી.એમ. તૈયાર કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટની સ્થાપના રાજ્ય સરકારે કચ્છમાં ર૦૦૧માં થયેલા ભયાવહ ભૂકંપની તારાજી પછી આવી ત્રાસદીઓ સામે પ્રબંધનના હેતુસર ર૦૦૩માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પસાર કરીને ર૦૧ર થી અલાયદી ઇન્સ્ટીટયૂટ તરીકે કરેલી છે.

         મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં જી.આઇ.ડી.એમ દ્વારા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તથા પ્રિવેન્શન ઓફ ડિઝાસ્ટર્સ માટે કેપેસિટી બિલ્ડીંગના જે કાર્યો હાથ ધરાઇ રહ્યા છે તેની વિશદ ભૂમિકા આપવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્થા દ્વારા ૧૦૩ જેટલા ટેકનોલોજી ડ્રિવન વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે તેની પણ વિગતો ચર્ચવામાં આવી હતી.
Conclusion:નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જારી કરેલા ડિઝાસ્ટર રિસ્ક રિડકશન માટેના પ્રધાનમંત્રીશ્રીના ૧૦ મૂદ્દાઓના એજન્ડાનો પણ અસરકારક અમલ ગુજરાતની આ સંસ્થામાં થઇ રહ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં પૂરી પાડવામાં આવી હતી. આ બાબતે જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર જનરલ પી. કે. તનેજાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે ઇન્સ્ટીટયૂટના સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ જેવા સાર્ક રાષ્ટ્રોમાંથી ૩૮૩ તજ્જ્ઞો-તાલીમાર્થીઓએ ૧પ જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
Last Updated : Aug 6, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.