ગાંધીનગર: સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે વિજય નેહરા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર સાથે પોતાના વિરુદ્ધ લડાઇ લડીને અમદાવાદીઓને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.આ પ્રયત્નોમાં વિજય નેહરા અમદાવાદીઓ માટે એક ખાસ વ્યક્તિ બની ગયા હતા.જેમાં સરકાર કરતાં વિજય નેહરાનું નામ વધુ થતાં સરકારે તેઓને તેમના પદ પરથી દૂર થવા માટેની સૂચના આપી હતી.ત્યારબાદ હવે સરકાર અમદાવાદમાં ટોળાનો આતંક કાબુમાંના કરી શકવાના કારણે સરકારને બચાવવા માટે ભાજપ પક્ષના આઈટી સેલ દ્વારા પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને ટાર્ગેટ બનાવીને તેમને ટ્વિટર ઉપર ટ્રોલ કરી રહ્યા હતા.તેથી મંગળવારે ગ્રામ વિકાસ કમિશ્નર વિજય નહેરાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપનું આઈટી સેલ વિજય નહેરાની વિરૂદ્ધમાં સક્રિય થયું હોવાની ફરિયાદ વિજય નહેરાએ કરી હતી. આ ફરિયાદી બેઠક 10થી 20 મિનિટ સુધી સીએમ અને વિજય નહેરા વચ્ચે થઈ હતી. ઉલ્લેખનીય છે કે વિજય નહેરાના સમર્થકો અને ભાજપના કાર્યકરો વચ્ચે ભારે ટવીટર વોર શરૂ થયું હતું.