આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રેલ્વે દ્વારા દેશની પહેલી રેલવે યુનિવર્સિટી ગુજરાતના વડોદારામાં રેલ્વે યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીમાં રેલ્વેના વિવિધ અભ્યાસક્રમો તેમજ રેલ્વે કર્મચારીઓને તાલિમ પણ આપવામાં આવશે. આ સિવાય આ યુનિવર્સિટીમાં વિવિધ કોલેજો તેમજ હોસ્ટેલો બનાવવામાં આવશે.
આ યુનિવર્સિટી આવવાથી ગુજરાતના વિકાસને હરણફાળ ભરશે. તેમજ રેલ્વેમાં જે દર વર્ષે મોટા પ્રમાણમાં જૂદા જૂદા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે તેમની તાલિમ આપવા માટે 31 હેક્ટર જમીનનો ઉપયોગ કરવામાં આવશે.અગાઉ રેલ્વે દ્વારા આ જમીનની માંગ કરવામાં આવી હતી.જે અંગે સરકાર દ્વારા જમીન નક્કી કરવામાં આવી છે.જેમાં હવે બરોડા કલેક્ટર દ્વારા આ જમીન ફાળવણી ટુક સમયમાં કરી દેવામાં આવશે.જમીનની કિંમત 1 કરોડ કરતા વધુ હોય તો તેના માટે કેબિનેટની મંજૂરી લેવી જરૂરી હોવાથી આ મંજૂરી આપવામાં આવી હતી. આ યુનિવર્સિટીથી સ્થાનિક લોકોને તેનો મોટા પ્રમાણમાં લાભ થશે તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.