- બુધવારે અને રવિવારે કોરોનાનું વેક્સિનેશન બંદ રહેશે
- અત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું
- રસીકરણનું કામ એટલું મહત્વનું અત્યારના સંજોગોમાં નથી
ગાંધીનગર : કોરોનાની રસીના પગલે મમતા દિવસ નિમિત્તે આ કેમ્પ મોટા પ્રમાણમાં નિયમિત થતા ન હતા. જોકે આ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી પ્રજાલક્ષી કામ કરી રહ્યા છે. માટે હવે બુધવારે અને રવિવારે વેક્સિન બંધ રહેશે.
આજે નવા 4 લાખ ડોઝ વેક્સિન ના મળશે, 3 કરોડને અત્યાર સુધી રસી અપાઈ
આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 3 કરોડ કેટલા ગુજરાતીઓને વેક્સિન આપવામાં આવી છે. પહેલા રાજ્યમાં 10થી 12 હજાર કે 14 હજાર દર્દીઓને કોરોના કેસ નોંધાતા હતા. પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. મમતા દિવસને મહત્વ આપવામાં આવી રહ્યું છે. અત્યારે કોરોનાના 30થી 35 કેસ આવી રહ્યા છે. જેથી રસીકરણનું કામ એટલું મહત્વનું અત્યારના સંજોગોમાં રહેતું નથી. આજે આપણી પાસે ત્રણ લાખ કરતાં વધુ કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. આજે ગુરૂવારે ચાર લાખ જથ્થો નવો મળશે.
7 જુલાઇના રોજ રાજ્યમાં 2,17,786 વ્યુક્તિનું વેક્સિનેસન કરાયું હતું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ( Vaccination ) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં 7 જુલાઇએ 2,17,786 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,73,25,191 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,09,515 વ્યક્તિનું રસીકરણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે. તો 18 વર્ષથી વધુના 6657 લોકોને વેક્સિનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.