ETV Bharat / state

વી. એસ. હોસ્પિટલનો મુદ્દો વિધાનસભામાં, સરકારે હાથ ઊંચા કરી કહ્યું કોર્પોરેશનમાં રજૂઆત કરો - legislature

ગાંધીનગરઃ આજે વિધાનસભા ગૃહમાં અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તેમણે જૂની વીએસ હોસ્પિટલને બંધ થઈ જવા મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાને તેનો જવાબ આપતાં વીએસ હોસ્પિટલમાં સરકારની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવ્યું હતુ.

વિધાનસભામાં
author img

By

Published : Jul 22, 2019, 8:23 PM IST

વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે સૂચનો આપ્યા હતા. અમદાવાદના કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું કે, વીએસ હોસ્પિટલ કેમ્પસમાં 1500 બેડની નવી સરદાર હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે. જે સારી વાત છે, પરંતુ સરકાર પાછલા બારણે અમદાવાદની જૂની ઓળખ અને ગરીબ તેમજ મધ્યમવર્ગને પરવળે તેવી જૂની હોસ્પિટલ બંધ કરવાના પ્રયત્નો કરી રહી છે. હાલ જૂની વીએસ હોસ્પિટલમાંથી સારવારની તમામ સુવિધાઓ દૂર કરીને માત્ર ઓપીડી જ ચાલુ રાથી છે. જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

વી. એસ. હોસ્પિટલનો મુદ્દો વિધાનસભામાં

બીજીતરફ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ આ બાબતે જવાબ આપતા કહ્યું હતુ કે, સરકાર કોઈ પણ હોસ્પિટલને બંધ કરવા માંગતી નથી. વીએસ હોસ્પિટલ એ રાજ્ય સરકાર સંચાલિત નથી. પરંતુ કોર્પોરેશન સંચાલિત છે. જેથી કોંગ્રેસના સભ્યોએ આ બાબતે મેયરને રજૂઆત કરવી જોઈએ. રાજ્ય સરકારનો વીએસ હોસ્પિટલમાં કોઈ રોલ નથી. માત્ર 100 કરોડની ગ્રાન્ટ ફાળવી આપે છે. જેથી કોંગ્રેસ અમદાવાદના મેયરને રજૂઆત કરે.

Intro:આજે વિધાનસભા ગૃહ માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ની માગણી નો નવમો દિવસ હતો જેમાં કૉંગેસ ના અમદાવાદ ના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સરકાર સમક્ષ રજુવાત કરી હતી કે રાજય સરકારે વર્ષો જૂની એવી વી એસ હોસ્પિટલ ને કેમ તોડી બંધ કરવાના પ્રયાસ કરી રહી છે વી એસ હોસ્પિટલ માં ગરીબ અને મધ્ય વર્ગ ના લોકો મોટી માત્રમાં સારવાર માટે આવી રહ્યા છે જેથી સરકાર આ અમદાવાદ ની ઓળખ કહેવાતી વી એસ હોસ્પિટલ ને મરણ પથારી માંથી બહાર કાઢેBody:આજે વિધાનસભા ગૃહ માં આરોગ્ય વિભાગ ને ફળવાયેલા બેજટ ની કાપ દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં કૉંગેસ પક્ષ ના તમામ સભ્યો પોતાના સૂચન રાજય ની આરોગ્ય સેવા ને વધુ મજબૂત કરવા માટે પોતાના વિચાર રજૂ કર્યા હતા જેમાં અમદાવાદ ના કોગેસ ના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ આ મુદે ચર્ચા માં ભાગ લેતા સરકાર સમક્ષ પ્રહાર કર્યા હતા કે વી એસ હોસ્પિટલ ના કેમ્પસ માં 1500 બેડ ની નવી સરદાર હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે જે એક સારી વાત છે પણ સરકાર પાછલા બારણે અમદાવાદ ની જૂની ઓળખ અને ગરીબ અને મધ્યવર્ગ ને પરવડે તેવી જૂની હોસ્પિટલ કેમ બધ કરવા માટે પ્રયાસ કરી રહી છે હાલ જૂની વી એસ હોસ્પિટલ માંથી તમામ સારવાર ની સુવિધા દૃર કરી ને માત્ર ઓપીડી ચાલુ રાખવામાં આવી છે જેથી દર્દીઓ ની સારવાર થી ધમ ધમી રહેલી વી એસ હોસ્પિટલ ગામડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર જેવી લાગી રહી છે

બાઈટ..ગ્યા સુદીન શેખ કૉંગેસ ધારાસભ્ય
Conclusion:તો બીજી તરફ નીતિન પટેલ આ મામલે ગૃહ માં જવાબ આપતા જણાવ્યું હતું કે સરકાર કોઈ પણ હોસ્પિટલ ને બંધ કરવા માગતી નથી.વી એસ હોસ્પિટલ એ રાજય સરકાર સંચાલિત નથી પણ કોર્પોરેશન સંચાલિત છે જૅથી કોગેસ સભ્યો આ મામલે મેયર ને રજુવાત કરવી જોઈએ રાજય સરકાર નો વી એસ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકાર નો રોલ નથી માત્ર રાજય સરકાર 100 કરોડ ની ગ્રાન્ટ ની રકમ આપે છે જેથી કોગેસ આ મુદે અમદાવાદના મેયર સમક્ષ પોતાની રજુવાત કરે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.