ETV Bharat / state

મોઢેરા સૂર્યમંદિરમાં ઉજવાશે ઉત્તરાર્ધ ઉત્સવ, પારંપરિક નૃત્યોનું આયોજન

ગાંધીનગર: ઉત્તરાયણના તહેવાર બાદ 21 જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 06:30 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ ઉત્સવનો શુભારંભ કરાવશે.

મોઢેરા સૂર્યમંદિર
મોઢેરા સૂર્યમંદિર
author img

By

Published : Jan 20, 2020, 7:43 PM IST

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તારીખ 21 અને 22 જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. ઉતરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો છે અને દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે.

મોઢેરા સૂર્યમંદિરમાં ઉજવાશે ઉત્તરાર્ધ ઉત્સવ

મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં 1992થી ઉજવણી કરવામાં આવે છે.

આ નૃત્યોત્સવના બીજા દિવસે ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના, સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, સુશ્રી વૈશાલી ત્રિવેદી કથ્થક, સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ, સુશ્રી સપના શાહ ભરત નાટયમ્, સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ ઉત્સવનું સમાપન 22 જાન્યુઆરી કરાશે.

ઉલ્લેખનીય છે કે, પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું હતું, તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઇ.સ.1026માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલું છે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : ઉત્તરાયણ તહેવાર બાદ મંગળવાર ર૧ જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો સાંજે ૬-૩૦ કલાકે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુભારંભ કરાવશે. Body:રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સંગીત નાટક અકાદમી દ્વારા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી તા.ર૧ અને રર જાન્યુઆરી દરમિયાન આ ઉત્તરાર્ધ ઉત્સવ યોજાઇ રહ્યો છે. ઉતરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે.

મોઢેરાનું આ સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતી તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં ૧૯૯રથી ઉજવણી કરવામાં આવે છે.
         આ નૃત્યોત્સવના બીજા દિવસે ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ સુશ્રી શીતલ મકવાણાની ગણેશ વંદના, સુશ્રી પૂર્ણિમા અશોક ભરત નાટ્યમ્, સુશ્રી વૈશાલી ત્રિવેદી કથ્થક, સુશ્રી જયપ્રભા મેનોન મોહિની અટ્ટમ સુશ્રી સપના શાહ ભરત નાટયમ્, સુશ્રી અલોકા કાનુંગો ઓડીસી અને શ્રી દેવેન્દ્ર મંગલમુખી કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ ઉત્સવનું સમાપન 22 જાન્યુઆરી કરાશે.

વોક થ્રુ...Conclusion:ઉલ્લેખનીય છે કે પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતુ હતું તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઇ.સ.૧૦૨૬માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.