ગાંધીનગર: ગુજરાતમાં G20 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 14 થી 18 જુલાઈ સુધી G20 દેશોનો ડેલીગેસ્ટ વચ્ચે ફાઇનાન્સના મુદ્દે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે અંતિમ દિવસો એટલે કે 17 અને 18 જુલાઈના દિવસે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશી નાણાપ્રધાનો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓના વડાઓ હાજર રહેવાના છે. ત્યારે અમેરીકાના કોન્સ્યુલેટ સેક્રેટરી જેનેટ યેલને ભારત-અમેરિકા, એન્ડ યુક્રેન વિશે અનેક ટિપ્પણીઓ કરી હતી.
ભારત અમેરિકામાં સૌથી વધુ એક્સપોર્ટ કરતો દેશ: G20 અંતર્ગત યુ.એસ. કોન્સ્યુલેટના સેક્રેટરી ઓફ ટ્રેઝરી જેનેટ યેલનએ નિવેદન આપ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ સારા છે, બંને દેશો મિત્ર દેશ છે. અમેરિકામાં અનેક દેશો એક્સપોર્ટ કરે છે પણ સમગ્ર વિશ્વમાં ભારત અમેરિકામાં સૌથી વધુ એક્સપોર્ટ કરતો દેશ છે. પ્રાંત અમેરિકાની અનેક ખાનગી કંપનીઓ ભારત દેશમાં નિવેશ કરવા માટે પણ રસ દાખવી રહ્યા છે. અનેક કંપનીઓ ભારત દેશમાં નિવેશ પણ કરી રહ્યું છે.
અમેરિકા યુક્રેનને સ્પોર્ટ કરે જ છે: એસ. કોન્સ્યુલેટના ટ્રેઝરી જેનેટ યેલને વધુમાં જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં અમે અમેરિકા સપોર્ટ કરે છે અને તેમને જરૂરિયાત તેવી વસ્તુઓ પણ અમેરિકાએ પૂરી પાડી છે. ઉપરાંત યુક્રેન યુદ્ધમાં જેટલો સમય લે છે તેટલો સમય અમેરિકા તેમની સાથે રહેશે અને યુક્રેનના પ્રતિકાર માટે અમેરિકાનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. જ્યારે યુક્રેન એ અમેરિકાનો વ્યાપક ગઠબંધનનો ભાગ હોવાનું પણ અમને ગર્વ છે. જ્યારે રશિયાને યુક્રેન સામે યુદ્ધ કરવા જરૂરી સૈન્ય સાધનો અને ટેકનોલોજી પહોંચવાનું બંધ કરાવવાનું પણ અમેરિકાના પ્રયાસ સતત ચાલુ છે. જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવું એ પ્રથમ અને અગ્રણી નૈતિક આવશ્યકતા છે.
વૈશ્વિક ટેક્સ લાગુ કરવામાં આવશે: દેશ દુનિયામાં એવી અનેક કંપનીઓ છે જે અનેક દેશમાં પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. ત્યારે યુએસ કોન્સ્યુલેટના ટ્રેઝરી સેક્રેટરીએ વધુમાં નિવેદન આપ્યું હતું કે ઘણા દેશો મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓની કમાણી પણ વૈશ્વિક લઘુત્તમ ટેક્સ લાગુ કરવા માટે આગળ વધી રહ્યા છે. જે કોર્પોરેટ ટેક્સના દરોની હરીફાઈને તળિયેથી સમાપ્ત કરશે. જ્યારે અમેરિકાની સરકાર અને અન્ય દેશની સરકારે પ્રણાલી લાગુ કરવામાં સક્ષમ બનાવવા છે. જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનો વ્યાજબી હિસ્સો ચૂકવે અને નાના વ્યવસાયો સાથે સમાનસ્તરે સ્પર્ધા કરે તે માટે પણ અમે નિર્ણય લેવા જઈ રહ્યા છીએ.
ચીન - અમેરિકા વિશ્વની ચિંતા કરે: વધુમાં નિવેદન કર્યું હતું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા અમેરિકા અને ચીન બંને દેશો વિશ્વના લોકો પ્રત્યે પરસ્પર ચિંતાના ક્ષેત્ર પર સહયોગ કરવાની જવાબદારી કરાવીએ છીએ. ત્યારે ગત અઠવાડિયે જ અમેરિકા અને ચીન વચ્ચે એક બેઠક થઈ હતી, જેમાં વૈશ્વિક પડકાર ઉપર ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે અન્ય દેશોમાં દેવાની તકલીફ કેવી રીતે દૂર કરી શકાય અને વિકાસને વધુ વેગ કઈ રીતે કરી શકાય તે બાબતે નિર્ણય લેવામાં આવશે. જ્યારે વર્ષ 2015માં ઓછી આવક ધરાવતા દેશોમાંથી અડધાથી વધુ દેશો દેવાની તકલીફમાં છે. આમ 2015માં જે દેશો આ સ્થિતિમાં હતા તેના કરતા બમણો વધારો હાલમાં થયો છે. ત્યારે બાકી દેવાના પુનર્ગઠન કેસોમાં પણ ત્રિપક્ષીય સત્તાવાદ લેણદારોની સંપૂર્ણ અને સમયસર ભાગીદારે માટે દબાણ કરવાનો પણ અમેરિકા ચાલુ રાખશે. જ્યારે વિશ્વ બેંક અને આઈ એમ એફ પોતાના નિયમોમાં સુધારો કરી રહ્યા છે ત્યારે ગરીબ દેશોને 0% લોન પણ આપવાનો વિચારણા હાથ ધરાઈ રહી છે.
200 ડોલર મિલિયન બાબતે ચર્ચા: યુ.એસ. કોન્સ્યુલેટ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલનએ વધુમાં જણાવ્યું હતું કે G20 અંતર્ગત સસ્ટેબેબલ ડેવલોપમેન્ટ, કલાઈમેન્ટ ચેન્જ, અંબોહવા જ્યાં વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે. 200 ડોલર બિલિયન ને g20 કેપિટલ રિપોર્ટમાં લાંબા ગાળાની અને જટિલ ભલામણોને પણ હાથ ધરવામાં આવશે. જ્યારે આ 200 બિલિયન ડોલરનું વધુ ભંડોળ છે જેનો ઉપયોગ આપણે મુખ્ય વૈશ્વિક પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે કરી શકીશું. જ્યારે આર્થિક વિકાસને વેગ આપવો અને ગરીબી ઘટાડવી આબોહવા પરિવર્તન સામે લડવું અને માનવ વિકાસને પ્રોત્સાહન કરવા બાબતે પણ g20માં ખાસ ચર્ચા કરવામાં આવશે.