ઉર્દુ મૂળભૂત રીતે એક ભારતીય ભાષા છે. ભાષાકીય રીતે ઉર્દૂ એ ઘણી વિદેશી ભાષાઓનું સંયોજન છે. ઉર્દૂમાં હિન્દી, અંગ્રેજી, લેટિન, ટર્કીશ, સંસ્કૃત, અરબી અને પર્શિયન જેવી ભાષાઓના શબ્દો પણ સામેલ છે. ઉર્દૂ ભાષાએ જ દેશમાં એકતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉર્દૂ વિદ્વાન હમીદ બાનુ ચોપરાએ 2011માં આઈઆઈટીના વિદ્યાર્થીઓને ઉર્દૂ ભાષા અને સાહિત્ય શીખવવાની શરૂઆત કરી હતી. આઈઆઇટીમાં બે પ્રકારના ઉર્દૂ અને ઉર્દૂ કવિતા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. મુબશશીર અહસન 2015થી IIT ગાંધીનગરમાં ઉર્દૂના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના મતે વિદ્યાર્થી અહીંથી એન્જિનિયર બનીને જાય, ત્યારે એક નવી ઉર્દૂ ભાષા પણ શીખીને જાય.
આઇઆઇટીમાં 2011થી હજારો વિદ્યાર્થીઓ ઉર્દૂ ભાષાના સાહિત્યનો અભ્યાસ કરે છે. દર વર્ષે 160 વિદ્યાર્થીઓ ઉર્દૂ શીખે છે. આ એક ઇન્ટરેક્ટિવ વિષય છે, તેથી જ આ વિદ્યાર્થીઓને પોઇન્ટ માટે ઉર્દૂ કોર્સ મળે છે. આ સંદર્ભે, આઈઆઈટી ગાંધીનગરમાં ઉર્દૂનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કહ્યું કે આઇઆઇટી ગાંધીનગર ઉર્દૂ સાથેના અન્યાયને દૂર કરવા માટે કામ કરી રહી છે. ડાયરેક્ટરે ઉર્દૂ કોર્સ શરૂ કર્યો છે, જે પ્રો.મુબશશીર અહસન નિયમિતપણે ભણાવે છે.
અહીંના વિદ્યાર્થીઓને ઉર્દૂ ભાષા જાણવા અને શીખવા મળે છે, તે અભ્યાસની સાથે ભાષાકીય નવું ઝોગું ઉમેરાય છે. તેની સાથે જ ભાષા શીખવાથી ઉચ્ચારણ પણ શુદ્ધ છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા ઉર્દૂ શીખવવું તે બાબત સરાહનીય છે.