ETV Bharat / state

વિશિષ્ઠ મતદાન મથકો: 1 મતદાર માટે જંગલમાં, તો કોઈ માટે કન્ટેનરમાં કેન્દ્ર તૈયાર - Gujarat polling stations

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર (Gujarat Assembly election 2022)તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. તારીખ 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન હાથ ધરાશે. મતદાનની ટકાવારીમાં (Polling Station gujarat Assembly) વધારો થાય અને તમામ વ્યક્તિ આ લોકશાહીના પર્વમાં ભાગ લે માટે ચૂંટણી પંચ સજ્જ છે. ચૂંટણીને લઈને વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વિશિષ્ઠ મતદાન મથકો: 1 મતદાર માટે જંગલમાં, તો કોઈ માટે કન્ટેનરમાં કેન્દ્ર તૈયાર

author img

By

Published : Nov 6, 2022, 1:49 PM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને એક મહિના કરતાં પણ ઓછો (Gujarat Assembly election 2022) સમય બાકી રહ્યો છે. ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા (Election Nomination Form) પણ શરૂ ગઈ છે. 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ પર્વમાં દરેક (Gujarat Unique polling Station) વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી હોય છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા (Election Commission of india) દુર્ગમ વિસ્તારોમાં પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 1 મતદારથી લઈને 4 હજારથી વધુ મતદારો માટે પણ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

1) જિલ્લો : ગીર સોમનાથ

મતદાન મથક : બાણેજ, 93-ઉના

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી રહે છે. જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે 2007ના વર્ષથી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવે છે. જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની વ્યવસ્થા કરવામાં આવે છે. જે માટે સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે. એકલા મતદાર તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

2) જિલ્લો : ગીર સોમનાથ

મતદાન મથક : રાસપ નેસ લીલિયા, 93-ઉના

રાસપ નેસ લીલિયા એ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં વર્ષ 2007 થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

મતદાન મથક : માધુપુર – જાંબુર, 91-તલાળા

14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

4) જિલ્લો: અમરેલી

મતદાન મથક : શિયાળબેટ ટાપુ (5 બુથ), 98-રાજુલા

શિયાળબેટ એ અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. જે અમરેલી જિલ્લાના કિનારે પૂર્વ બાજુએ આવેલો છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.72 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે અને શિયાળબેટ ટાપુમાં 4757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને 5 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.

5) જિલ્લો: ભરૂચ

મતદાન મથક: આલીયાબેટ, 151-વાગરા

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે. જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. આલિયાબેટ અગાઉ 151 -વાગરા વિધાનસભા મતવિસ્તારમાં 68-કલાદ્રા-2નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. જો કે, આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે જિલ્લા વહીવટી તંત્રએ પહેલ કરી છે. આલિયાબેટ ખાતે શિપિંગ કન્ટેનરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેના પરિણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતાની વિસ્તારમાં મતદાન કરી શકશે.

6) જિલ્લો: મહિસાગર

મતદાન મથક : રાઠડા બેટ, 123-સંતરામપુર

રાઠડા બેટ એ મહિસાગર નદીમાં કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે. જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે. પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને માર્ગ નક્કી કરવામાં આવે છે. આ બેટ શેડો એરિયામાં પણ આવે છે. કનેક્ટિવિટી માટે પોલિંગ સ્ટાફને અલગ વાયરલેસ સેટ પણ આપવામાં આવે છે. બેટ પરની શાળાનો મતદાન મથક તરીકે ઉપયોગ થાય છે.

7) જિલ્લો : નર્મદા

મતદાન મથક : 4/318 - ચોપડી -2, 149- ડેડિયાપાડા

નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથકથી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબ જ અંતરીયાળ છે. જેથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-2 બનાવવામાં આવ્યું છે. જે ગામની નજીક હોવાથી મતદારોને લાંબી મુસાફરી ન કરવી પડે. આ નવા મતદાન મથકમાં માત્ર 121 મતદારો (68 પુરૂષો અને 63 મહિલા) છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે.

8) જિલ્લો : પોરબંદર

મતદાન મથક : 64-સતવિરડા નેસ, 65 -ભુખાબારા નેસ, 66-ખારાવિરા નેસ, 84-કુતિયાણા

પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે. જે 84 કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. ત્રણેય મતદાન મથકો શેડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

9) જિલ્લો : દેવભૂમિ દ્વારકા

મતદાન મથક: 72 – અજાડ ટાપુ, 81-ખંભાળીયા

અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81 – ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. જે ટાપુના દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ત્યાં ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે.

10) જિલ્લો : દેવભૂમિ દ્વારકા

મતદાન મથક : 307 – કિલેશ્વર નેસ, 81-ખંભાળીયા

કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81–ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.

11) જિલ્લો : દેવભૂમિ દ્વારકા

મતદાન મથક : 15થી 19 બેટ દ્વારકા, 82- દ્વારકા

બેટ દ્વારકાના 1થી 5 મતદાન મથકો દેવભૂમિ દ્વારકાના 82–દ્વારકા મતવિસ્તારમાં આવેલા છે. આ કચ્છના અખાતના મુખ પર એક વસવાટવાળો ટાપુ છે, જે ઓખાના દરિયાકિનારે 3 કિ.મી. દૂર આવેલો છે. તેમાં 5 મતદાન મથકો સાથે 5605 મતદારો છે. મતદાન મથકો સુધી જવાનો એકમાત્ર રસ્તો બોટ છે.

12) જિલ્લો : જૂનાગઢ

મતદાન મથક : 295 – કનકાઇ, 87 - વિસાવદર

કનકાઇ મતદાન મથક ઊંડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સ્થિત છે. જ્યાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.