લોકસભાની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તમામ રેકોર્ડ તોડીને વિક્રમજનક 5,57,014 મતોની લીડ સાથે જીત્યા છે. ત્યારે અમિત શાહને કેબિનટમાં સ્થાન મળશે. મોટાભાગે તેમને ગૃહપ્રધાન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
મનસુખ માંડવીયાનો ફરી એક વખત કેન્દ્રીય કેબિનેટમાં પ્રધાન તરીકે પસંદગી થતા તેમના નિવાસસ્થાને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જૂનાગઢ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા મનસુખ માંડવીયાના ઘરે જઈને તેમને પ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આમ, નવા પ્રધાનમંડળમાં ગુજરાતના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રીપિટ કરવામાં આવશે.