- બે દિવસીય ચોમાસા સત્રની આજથી શરૂઆત
- ચૂંટણી બાદ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરી પર ચર્ચા કરવામાં આવશે
- વિપક્ષે વિરોદ્ધ દર્શાવ્યો
ન્યુઝ ડેસ્ક : આજે(સોમવાર) વિધાનસભા ખાતે વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રની આજથી શરૂઆત થઇ ગઇ છે. વિપક્ષના તમામ ધારાસભ્યોની તેમના કાર્યાલય ખાતે પણ એક બેઠક મળી હતી. જેમા, વિધાયક દળની બેઠકમાં રણનીતિ તૈયાર કરવામાં આવી હતી, તેમજ એક ટીમે ગૃહમાં વિરોધ કર્યો હતો. જેમાં રાજ્યમાં કોરોનામાં મરણ પામનાર લોકોને સહાય આપવા બાબતે, મૃતક પરિવારને 4 લાખની સહાય આપવાની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાળા અને ગાયસુદ્દીન શેખે વિધાનસભાના ગૃહમાં વિરોધ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : કૃષિ કાયદાઓના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન : 10 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન
બે સરકારી બિલ રજૂ કરવામાં આવશે
વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રમાં બે સરકારી બિલ રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત ખાનગી યુનિવર્સીટી દ્વિતીય સુધારા વિદ્યયક રજૂ કરવામાં આવશે, તેમર શિક્ષણપ્રધાન ખાનગી યુનીવર્સીટી દ્વિતીય સુધારા વિધયક રજૂ કરાશે, આ બન્ને બિલ નાણાંપ્રધાન ગુજરાત માલ સેવા વેરા સુધારા વિધાયક રજૂ કરાશે.
ગૃહપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી અને અધ્યક્ષ નીમાબેન આચાર્ય વિધાનસભા પહોચ્યા
ગૃહપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી પ્રથમ વાર વિધાનસભામાં પહોચ્યા હતા, તેમજ નીમાબેન આચાર્યની વરણી અધ્યક્ષ તરીકે થવાની હોવાથી તેઓ પણ વિધાનસભા પહોચ્યા હતા. સી.આર. પાટીલ.ના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની એક બેઠક ગ્રૂહ શરુ થતા પહેલાં ધારાસભ્યોને માર્ગદર્શન આપવા માટે યોજાઇ હતી, જેમા પાટીલે જણાવ્યું કે, "વિપક્ષના હલ્લાબોલનો મજબૂતાઇ થી જવાબ આપીશું વગેરે મુદ્દા પર ધારાસભ્યોને લેસન આપ્યા હતા".
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી
પ્રથમ મહિલા અધ્યક્ષને વિધાનસભા ગૃહમાં અભિનંદન પાઠવવામાં આવ્યા
પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યને વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શૈલેષ પરમાર, સી.આર. પાટીલ તેમર નિતીન પટેલ સહીતના નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વધુમાં પરેશ ધાનાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ નીમાબેન આચાર્યને માતાનું બિરુદ આપ્યું હતું. નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, "1995 થી 2021 ની 26 વર્ષની રાજકીય કારકિર્દી રહી છે, એક મહિલા તરીકે પુરૂષ પ્રધાન દેશમાં સંઘર્ષ કરવો અને પદ ધારણ કારવુંએ અભિનંદન પાત્ર છે. આજે અધ્યક્ષ નવા અને સરકાર પણ નવી એટલે ગૃહમાં ફૂલ ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે".