ETV Bharat / state

LOC પર તહેનાત થશે ત્રિશૂલ ઓટોમેટિક ગન, દુશ્મનો રેન્જમાં આવશે તો ઢળી પડશે - ત્રિશૂલ ઓટોમેટિક ગન

ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022માં (DefExpo 2022 in Gandhinagar ) ભારતીય બનાવટના શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું છે. અહીં ભારતીય સેનાના ( Indian Army ) શસ્ત્રોમાં ત્રિશૂલ ઓટોમેટિક ગન ( Trishul automatic guns ) જોવા મળી છે. આ ગન સંપૂર્ણ ઓટોમેટિક છે જે દુશ્મન તેના રડારમાં આવતાં જ પોતાની જાતે જ ટાર્ગેટ સેટ કરીને દુશ્મનને ઢાળી નાખશે.

LOC પર તહેનાત થશે ત્રિશૂલ ઓટોમેટિક ગન, દુશ્મનો રેન્જમાં આવશે તો ઢળી પડશે

author img

By

Published : Oct 19, 2022, 7:27 PM IST

ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગરમાં PATH TO PRIDE ની થીમ પર ડિફેન્સ એક્સપો 2022 નું (DefExpo 2022 in Gandhinagar )ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર ખાતે મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતીય બનાવટના શસ્ત્રોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.અહીં એવી ગન જોવા મળી જે ભારતીય સેના ( Indian Army ) દ્વારા જ એક ખાસ ગન ત્રિશૂલ ઓટોમેટિક ગન ( Trishul automatic guns ) તૈયાર કરવામાં આવી છે જે સંપૂર્ણ ઓટોમેટિક છે અને જો દુશ્મન તેના રડારમાં આવે તો તે ગન પોતાની જાતે જ ટાર્ગેટ સેટ કરીને દુશ્મનને ઢાળી નાખશે.

આ ગનમાં કોઈ પણ વ્યક્તિને ઓપરેટર તરીકે રાખવામાં આવતા નથી

શું છે ત્રિશૂલ ઓટોમેટિક ગન ત્રિશૂલ ઓટોમેટિક ગન ( Trishul automatic guns ) બાબતે ડિફેન્સના અધિકારી પારસ કંવર ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક રોબોટિક ગન તૈયાર કરવામાં આવી છે અને સેન્સરથી આગળ કામ કરે છે. જ્યારે આ ગનમાં કોઈ પણ વ્યક્તિને ઓપરેટર તરીકે રાખવામાં આવતા નથી. 300 મીટર સુધીની રેન્જમાં કોઈપણ દુશ્મન આવે છે તો ઓટોમેટીક ગનમાંથી ફાયરિંગ શરૂ થાય છે અને દુશ્મનનો ખાતમો બોલાવાય છે. ગન પોતાની રીતે જ ટાર્ગેટ સેટ કરે છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે ગંન તૈયાર કરવામાં આવી છે તેમાં માનવ પશુપક્ષી અને ગાડી એમ વસ્તુઓ ડિટેક્ટ પણ થાય છે અને ત્યારબાદ જ ટાર્ગેટને ફાયરિંગ કરવામાં આવે છે. જ્યારે પ્રાથમિક તબક્કામાં આગળ 300 મીટરની રેન્જમાં કાર્યરત રાખવામાં આવી છે.

એક સેન્સર લગાવવાથી રેન્જમાં વધારો થશે ડિફેન્સના અધિકારી પારસ કંવારે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે આ ગનમાં ( Trishul automatic guns ) ત્રિશૂલ ઓટોમેટિક ગન 300 મીટર સુધીની રેન્જ મૂકવામાં આવી છે. પરંતુ જો જરૂર પડે અને રેન્જ વધારવા પડે તો ફક્ત એક સેન્સર લગાવતી રેન્જમાં ખૂબ મોટો વધારો થઈ શકે છે. બે કિલોમીટરની આસપાસના વિસ્તારમાં તે દુશ્મનને ટાર્ગેટ કરીને તેને વીંધી શકે છે. જ્યારે પ્રાથમિક તબક્કામાં આર્મીની મંજૂરી બાદ આ ગનને LOC પર રાખવામાં આવશે, જ્યારે આ ઓટોમેટિક ગન દિવસ રાત્રે કોઈ પણ વાતાવરણમાં કાર્યરત રહે છે.

કોઈ ઓપરેટરની જરૂર નથી આ ગન ત્રિશૂલ ઓટોમેટિક ગન ( Trishul automatic guns ) સંપૂર્ણ એક સિસ્ટમ ઉપર કાર્યરત કરે છે જેથી આ બંને કોઈ પણ ઓપરેટરની જરૂર પડશે નહીં. આમ એક જગ્યાએ ગનને સેટ કર્યા બાદ જો ગનના રેડીએશનમાં અથવા તો રેન્જ કોઈપણ દુશ્મન આવશે તો તાત્કાલિક ધોરણે ગણતરીના સેકન્ડોમાં જ ફાયરીંગ શરૂ થશે અને 100 ટકા ટાર્ગેટ એચિવમેન્ટ પણ પ્રેક્ટિસમાં જોવા મળ્યું છે. જેથી આવનારા દિવસોમાં આવતાં બોર્ડર વિસ્તારમાં ખૂબ જ મહત્વની ટૂલ તરીકે સાબિત થશે. ત્રિશૂલ ઓટોમેટિક ગન સંપૂર્ણ મેડ ઇન ઇન્ડિયાની બનાવટ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.