ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા અંબાજી ખાતે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અંબાજીમાં દસ હજાર રોપાનું વાવેતર સાથેના વન કવચ લોકાર્પણ કર્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની સામે આવેલ ગાર્ડનમાં ધારાસભ્યોને નામે વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ચોમાસા સત્ર દરમિયાન કરી શકે છે.
ચોમાસા સત્રથી કરવામાં આવશે શરૂઆત: ધારાસભ્યોને નામે વૃક્ષારોપણ બાબતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા સત્રમાં વિધાનસભાના ગાર્ડન ખાતે ધારાસભ્યોના નામના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જ્યારે હાલના 182 ધારાસભ્યો ઉપરાંત પૂર્વ ધારાસભ્યને આ અભિયાનમાં જોડવામાં આવશે. આમ ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી પર્યાવરણની જાળવણી પણ થઈ શકે.
પૂર્વ ધારાસભ્યોને જોડવામાં આવશે: ગુજરાતમાં ચૂંટણીમાં હાર ભાળ્યા બાદ અને જો ધારાસભ્યો હોય પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પ્રાપ્ત થઈ ન હોય તેવા દાદા સભ્યો પ્રજા વચ્ચે જોવા મળતા નથી ત્યારે આવા ધારાસભ્યો પણ હવે પ્રજા વચ્ચે જોવા મળે અને લોકોની વચ્ચે રહે તેને ધ્યાનમાં લઈને પૂર્વધારણા સભ્યો માટે પણ ગુજરાત વિધાનસભા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં વૃક્ષારોપણનું અભિયાન શરૂ કરવામાં આવશે. જેથી કાર્યકર્તાઓ સાથે તેઓ ફરીથી નજીક આવે. આ બાબતે નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પર્યાવરણની સુરક્ષામાં જવાબદારી નિભાવીને ચાલો. આપણે પણ એક વૃક્ષનું વાવેતર કરીએ કારણ કે વૃક્ષો વગર જીવન અપૂર્ણ થઈ જશે અને વૃક્ષારોપણથી જ પ્રકૃતિને પરિપૂર્ણ કરી શકીશું.
MLAને પાણી આપવાની જવાબદારી: ગુજરાતના તમામ ધારાસભ્ય સોમવારે અને મંગળવારે લગભગ ગાંધીનગરમાં હાજર જ હોય છે. ત્યારે જ્યારે જ્યારે ધારાસભ્યો પોતાના સમય અનુસાર સચિવાલયમાં આવે ત્યારે તેઓએ જે વૃક્ષનું વાવેતર કર્યું હોય તેમાં પાણી પીવડાવવાની જવાબદારી પણ જે તે ધારાસભ્યને સોંપવામાં આવશે. ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ગાર્ડનની દેખરેખ માટે માળીની વ્યવસ્થા છે પણ ધારાસભ્યોને વૃક્ષો અને પર્યાવરણ તરફ આકર્ષાય તે માટે ખાસ અભિયાન ચોમાસા સત્રથી કરાવવામાં આવશે. ઉપરાંત ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં પણ કાર્યકરો સાથે વૃક્ષારોપણની કામગીરી કરવાની સૂચના પણ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવશે.