ETV Bharat / state

રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થઈ ચૂકયું છે, ત્યારે સલામતીને લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકને અગવડ ન પડે તેને લઈને પ્રધાનોને પણ લક્ઝરી બસમાં લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે આજે 11:00 કલાકે પ્રધાનો નિવાસ સ્થાનથી રાજ્યના મંત્રી મંડળને લક્ઝરી બસમાં લઈ જવામાં આવ્યું હતું.

રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે
રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે
author img

By

Published : Feb 24, 2020, 12:33 PM IST

ગાંધીનગર : રાજ્યના ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો અને પ્રધાનો આજે પહેલીવાર પ્રધાન બન્યા બાદ લક્ઝરી બસમાં મોટેરા સ્ટેડિયમમાં જઈ રહ્યા હતા. સામાન્ય રીતે સરકારી વાહન પ્રધાનોને આપવામાં આવે છે, પરંતુ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. સવા લાખ કરતા વધુ લોકો મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત થવાના છે, ત્યારે પ્રધાનોને પણ લક્ઝરી બસમાં લઈ જવામાં આવ્યા હતા. આજે સવારથી પ્રધાનોને રાજ ભવન ખાતેથી અને ધારાસભ્યોને સદસ્ય નિવાસ ખાતેથી મોટેરા લઈ જવાયા હતા.

રાજ્યના પ્રધાનો મંત્રી બન્યા બાદ પહેલીવાર બસમા પ્રવાસે
કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, વિભાવરી દવે, ગણપત વસાવા, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, પંકજ દેસાઈ, દિલીપ ઠાકોર, જવાહર ચાવડા, આર.સી.ફળદુ લક્ઝરી બસમાં મોટેરા જવા બેઠા હતા, ત્યારે કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે, ઐતિહાસીક ઘટના જોવા મળી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચે નવા સંબંધો સ્થપાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમદાવાદના મહેમાન બની રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતને અને દેશને આ સંબંધોને લઈને ખૂબ જ ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.