ગાંધીનગર: સમગ્ર ભારતમાં રોડ અકસ્માતની ઘટનાઓ કલાકોની અંદર હજારોની સંખ્યામાં બને છે ત્યારે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના રિપોર્ટ મુજબ વર્ષ 2021 માં કુલ 4,12,432 જેટલા રોડ એકસીડન્ટની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 31% એક્સિડન્ટ અર્બન વિસ્તારમાં નોંધાયા છે. ગાંધીનગર અમદાવાદ હાઇવે અને ગાંધીનગર સીટી વિસ્તારમાં અકસ્માત ના કિસ્સામાં મોતના આંકડા ના વધે તે માટે વિશ્વ બેંકની મદદથી સ્માર્ટ ટ્રાફિક જંકશન તૈયાર કરવામાં આવ્યા છે જે સિસ્ટમ ટુક સમયમાં કાર્યરત થશે.
પુશ બટન ટ્રાફિક સિસ્ટમ કેવી રીતે કાર્યરત થશે?: અમદાવાદના ઇન્દિરા બ્રિજ વિસ્તારથી ઝીરો સર્કલ ઉપરાંત સચિવાલયના ગેટ નંબર એક અને ચાર તથા જુના સચિવાલયના મુખ્ય ચાર રસ્તા ઉપર આ પોસ્ટ બટન ટ્રાફિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ બાબતે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ બેંકની મદદથી બહાર કરેલી પહેલા ખર્ચે આ સિસ્ટમ અમદાવાદ ગાંધીનગર હાઇવે અને ગાંધીનગરના અંદર મહત્વની જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
'હવેથી કોઈ પણ રાહદારીઓ રસ્તો ક્રોસ કરવા માટે મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે, તે માટે મહત્વના પોઇન્ટ પર ખાસ પુશ બટન ટ્રાફિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટે પુશ બટન પ્રેસ કરવાનું રહેશે જેથી અમુક સેકન્ડ માટે રેડ લાઈટ એટલે કે સ્ટોપ સિગ્નલ શરૂ થઈ જશે અને તમામ વાહનોએ રેડ લાઈટનું પાલન કરવું પડશે.' -હિતેશ મકવાણા, મેયર, ગાંધીનગર
દંડની જોગવાઈ: ટ્રાફિકના નિયમ પ્રમાણે રેડ લાઈટ હોય વાહન ચાલકે ફરજીયાત વાહન થોભાવવું પડે છે અને જો કોઈ વાહન ચાલક રેડ લાઈટ નિયમનો ભંગ કરે તો ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં ઓનલાઈન મેમો ઇસ્યુ કરવામાં આવશે. આ સિસ્ટમ એ જ જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેમાં ટ્રાફિક ચાર રસ્તાઓ પર CCTV નું નેટવર્ક છે. આ બાબતે ગાંધીનગર કોર્પોરેશન ના મેયર હિતેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ ફક્ત ગાંધીનગરમાં શરૂ થઈ છે ત્યારે નિયમ ઉલ્લંઘન બાબતે પોલીસ સાથે પરામર્શ કરીને દંડની જોગવાઈનો અમલી કરવામાં આવશે.
વર્લ્ડ બેન્કની 12 કરોડની મદદ: ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા ETV પર સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં કાર્યરત કરવામાં આવ્યો છે પરંતુ હજુ પૂર્ણ થયો નથી. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે અને તેનો પ્રારંભ પણ કરવામાં આવશે. 12 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યો છે જે સમગ્ર ભારતમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે અને વિશ્વ બેંક દ્વારા 12 કરોડ રૂપિયાની મદદથી પૂશ બટન પેડિસ્ટ્રીયન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.