મળતી માહિતી મુજબ રાજ્યમાં ટ્રાફિક નિયમન ઉલ્લંઘન બદલ દંડની રકમ વધારવામાં આવી છે. સામાન્ય રીતે તેટલી રકમ ટેક્નોલોજીના જમાનામાં અને પ્લાસ્ટિકની ઉપયોગ વચ્ચે ભાગ્યે જ કોઈના ખિસ્સામાં પડી હશે. તેને લઈને ગૃહ વિભાગ અને બેંકને સાથે રાખીને સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસને કાર્ડ સ્કેચ કરવા માટે સ્વાઇપ મશીન આપવામાં આવશે.
કેન્દ્રની મોદી અને રાજ્યની રૂપાણી સરકાર ઈ પેમેન્ટની વાતો કરી રહી છે, ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ હાલમાં વાહનચાલકો મેમો લઈને રોકડા ભરવા જાય છે. તેવી સ્થિતિમાં ઈ મેમોની સાથે સ્વાઇપ મશીન આપવામાં આવશે. જેને લઇને ડિજિટલ ઇન્ડિયાને ખરા અર્થમાં સાર્થક કરી શકાય. રાજ્યમાં હવે ઈ મેમોની સાથે જે તે સ્થળ પર જ દંડ ભરી શકાશે. ટ્રાફિક પોઇન્ટ ઉપર જ સ્વાઇપ મશીન આપવાના કારણે વાહનચાલકોને ટ્રાફિક પોલીસ સ્ટેશન સુધી જવુ નહીં પડે.