IRCTCના ટુરિઝમ અને માર્કેટિંગ ટ્રેક્ટર રજની હસિજાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે કેન્દ્રના રેલવે વિભાગ અમને સૂચન કરે છે, ત્યારે અમે ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ કરીએ છીએ. પરંતુ ટ્રેન શરૂ કરવા માટે અમે અગાઉ તમામ પ્રકારના loopholes વિશે જાણકારી મેળવીએ છીએ.
તેમણે ઉમેર્યું હતુ કે, આ સાથે જે સ્ટેશનો પર વધારે મુસાફરો મળી રહે તેનું પણ અમે તપાસ અને રિસર્ચ કરીને એક પ્લાન પ્રમાણે આગળ વધીએ છીએ.આમ મુંબઈ અને અમદાવાદ વચ્ચે અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે તેજસ એક્સપ્રેસના બીજા ફેસમાં અમદાવાદથી મુંબઇ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આવનારા સમયમાં દેશભરમાં કુલ 150થી વધારે તેજસ એક્સપ્રેસ મળશે, જે ખાનગી એજન્સીઓ દ્વારા શરૂ કરાશે. જેમાં સૌપ્રથમ માર્કેટિંગ તથા મુસાફરની સંખ્યાને ધ્યાનમાં રાખીને તમામ મેનેજમેન્ટ કરીને નિર્ણય લેવામાં આવશે.