ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1152 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 74,391 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 977 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ, 977 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ 74,391
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ નોંધાયા હતા. જો કે, 977 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 18 લોકોના મોત થયા હતા. જે બાદ રાજ્યમાં કુલ આકંડો 74,391 પર પહોંચી ગયો છે.