ETV Bharat / state

દહેગામ વિધાનસભા બેઠક પર યુવરાજસિંહ જાડેજા મેદાનમાં આવતાં મુકાબલો જામશે, જૂઓ અત્યાર સુધી કોણ જીત્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( GujaratElection2022 ) માટેના ઉમેદવારો જાહેર કરવાની વેળા નજીક આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની દહેગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સાથે આપનો મુકાબલો થશે. કોંગ્રેસના કામિનીબાની ટિકીટ કપાવાની શક્યતાઓ છે તો ભાજપ પણ કોઇ નવો ચહેરો ઉતારે તેમ છે. ભાજપ કોંગ્રેસ બંનેએ યુવરાજસિંહ જાડેજાનો સામનો કરવાનો છે.

દહેગામ વિધાનસભા બેઠક પર યુવરાજસિંહ જાડેજા મેદાનમાં આવતાં મુકાબલો જામશે, જૂઓ અત્યાર સુધી કોણ જીત્યું
દહેગામ વિધાનસભા બેઠક પર યુવરાજસિંહ જાડેજા મેદાનમાં આવતાં મુકાબલો જામશે, જૂઓ અત્યાર સુધી કોણ જીત્યું
author img

By

Published : Nov 4, 2022, 6:39 PM IST

ગાંધીનગર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ( GujaratElection2022 ) ને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો જીત હાંસલ કરવા માટે ખૂબ ધમપછડા કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા આવેલ છે. જેમાં દહેગામ, કલોલ , માણસા સહિત ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠક આવેલ છે. આ પાંચ બેઠકમાંથી દહેગામ બેઠક પર નજર કરીએ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે હંમેશા ઉતાર ચડાવ જોવા મળ્યો છે.

1962 થી 2017 સુધીનો ઈતિહાસ ગાંધીનગર જિલ્લાની વિધાનસભા પાંચ બેઠકોનો મિજાજ અલગ જોવા મળ્યો છે. 1962 થી 2017 સુધીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે 6 વખત જીત હાંસલ કરી છે. ત્યારે આ વખતે દહેગામના મતદારો જીતનો તાજ ભાજપના માથે કે કોંગ્રેસના માથે ચડાવશે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે. જો કે દહેગામમાં વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 1972માં જનસઘના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારબાદ અને પહેલા 6 વખત કોંગ્રેસે જીત હાંસલ કરી હતી અને 6 વખત ભાજપ પક્ષે જીત હાંસલ કરી હતી.

286 મતદાન મથકો, 2.26 લાખ મતદારો જો કે દહેગામ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં કુલ 286 મતદાન મથકો અને 54 ગ્રામ પચાયત છે. દહેગામમાં 2 લાખ 26 હજાર મતદારો છે. જો સરેરાશ 70 ટકા મતદાન થાય તો 1.53 હજાર મતદાન થયું કહેવાય અને જીતનાર ઉમેદવારને ઓછામાં ઓછા 70 થી 80 હજાર મતો હાંસલ કરવા પડે. નવાઈની વાત એ છે કે દહેગામ વિધાનસભામાં ક્ષત્રિય, ઠાકોર, અને અમીન સમાજનો ખૂબ દબદબો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં જે ક્ષત્રિય સમાજનો પ્રતિનિધિ ઉભો રહે છે તે જીત હાંસલ કરી શકે તેમ છે. કોંગ્રેસ પક્ષ પણ આ બેઠક માટે ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ ( Tickets for Dehgam assembly seat ) આપવા માટે પ્રયાસ કરે છે. પરંતુ આ બેઠક પર અગાઉ ક્ષત્રિય સમાજના કામિનીબા રાઠોડ પોતાની દાવેદારી કોંગ્રેસ પક્ષમાંથી કરતા આવ્યા છે. પરંતુ ગત 2017 માં કામિનીબા ( Kaminiba Rathod )ને 63,585 મત મળ્યાં હતાં. તેમની સામે બલરાજસિંહ ચૌહાણ ( Balrajsinh Chauhan ) 74,445 મત લઇ જતાં કામિનીબાની હાર થયા બાદ 2022માં ટિકિટ મળવી ખૂબ મુશ્કેલ છે. આ ઉપરાંત કામિનીબાના બદલે અન્ય ચહેરાને ટિકિટ કોંગ્રેસમાંથી મળે તો કોઈ નવાઈ નહીં. કારણ કે હાલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ કામિનીબાને ટિકિટ આપવા માટે રાજી નથી. જેથી જગદીશ ઠાકોર આ બેઠક માટે નવો ચહેરો ગોતી શકે તેમ છે.

ભાજપ કોંગ્રેસ બંને દહેગામ બેઠક 6-6 વાર જીત્યાં છે

ટિકીટની દાવેદારી તો બીજી તરફ ભાજપ પક્ષની વાત કરીએ તો ભાજપ પક્ષ આ બેઠક માટે નવા ચહેરાને તક આપી શકે તેમ છે., દર વખતે આ બેઠક માટે રોહિત ઠાકોર પોતાની દાવેદારી ભાજપ પક્ષમાંથી નોંધાવે છે. પરતું પાર્ટી તેમના બદલે અન્ય કોઈને ટિકિટ ( Tickets for Dehgam assembly seat )ફાળવે છે. ગયા વખતે ભાજપ પક્ષે બલરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી અને તેમણે જીત હાંસલ કરી હતી. પરંતુ બલરાજસિંહ ચૌહાણની સ્થાનિક કક્ષાએ યોગ્ય પકડ નથી અને લોકોના કામ કરવામાં થોડાક નિષ્ફળ ગયા હોવાનું સ્થાનિક કહી રહ્યા છે. ત્યારે આ બેઠક માટે ભાજપ પક્ષ નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે. તાજેતરમાં સેન્સ પ્રકિયામાં દહેગામ બેઠક માટે 30 જેટલા સભ્યોએ દાવેદારી નોંધાવી છે. જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના સભ્યોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે આ વખત ભાજપ પક્ષ કોને ટિકિટ આપે છે તે જોવાનું બની રહેશે. આ ઉપરાંત બંને પક્ષો માટે દહેગામ વિધાનસભા બેઠકની જીત ખૂબ મહત્વની રહેશે. કારણ કે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પક્ષે બંનેએ 6 વખત રાજ કર્યું છે ત્યારે 7મી વખત કયા પક્ષનો ઉમેદવાર રાજ કરે છે તે જોવાનું રહેશે.

આપમાં યુવરાજસિંહ જાડેજાને ટિકીટ આપવામાં આવી જો કે મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસની લડાઈ વચ્ચે હવે આપ પણ મેદાનમાં ( GujaratElection2022 ) ઉતર્યું છે. ત્યારે દહેગામ બેઠક માટે આપ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને ( Yuvrajsinh Jadeja ) ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી ખેલ બગાડી શકે તેમ છે. કારણ કે આ બેઠક પર જાતિ સમીકરણો ખૂબ મહત્વના જોવા મળતા હોય છે. દહેગામ તાલુકામાં 43 જેટલા ગામો આવે છે. જેમાં ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, પટેલ સમાજ, અમીન સમાજ સહિત મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ જોવા મળ્યો છે. તેમ છતાંય આ બેઠક પર ક્ષત્રિય સમાજનું ખૂબ પ્રભુત્વ જોવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.