દહેગામ તાલુકામાં આવેલા વડવાસા ગામમાં એક જ રાતમાં ઇન્સ્ટન મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ફાર્મ હાઉસ તેમજ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી પાંચ હજારની કિંમતના વાયરની તેમજ અલગ-અલગ વસ્તુઓની મોટી સંખ્યામાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા. કંપનીમાં અંદરના ભાગે પ્રવેશીને લોખંડની એંગલ, ગિલીયન ઝાડી અને ગામમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતે કંપનીના કર્મચારી દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
દહેગામના વડવાસામાં એક જ રાતમા ત્રણ ચોરીના બનાવો - ગાંધીનગરમાં ચોરીના બનાવો
ગાંધીનગર: દિનપ્રતિદિન વધતા જતા ક્રાઈમમાં વધુ એક ધટના સામે આવી છે. દહેગામ તાલુકાના વડવાસા ગામમાં આવેલા અમલદારોના પંચેશ્વર ફાર્મ હાઉસમા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એક જ રાતમાં બાજુમાં આવેલી એક ફેક્ટરી અને ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી પાંચ હજારની કિંમતના વાયરની ચોરી થઈ હતી. પોલીસે માત્ર અરજીના આધારે આરોપીઓને પકડી લીધા હતા.
દહેગામ તાલુકામાં આવેલા વડવાસા ગામમાં એક જ રાતમાં ઇન્સ્ટન મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ફાર્મ હાઉસ તેમજ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી પાંચ હજારની કિંમતના વાયરની તેમજ અલગ-અલગ વસ્તુઓની મોટી સંખ્યામાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા. કંપનીમાં અંદરના ભાગે પ્રવેશીને લોખંડની એંગલ, ગિલીયન ઝાડી અને ગામમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતે કંપનીના કર્મચારી દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
ગાંધીનગર,
દહેગામ તાલુકાના વડવાસા ગામમાં આવેલા અમલદારોના પંચેશ્વર ફાર્મ હાઉસમા ચોરી થઈ હતી. એક જ રાતમાં બાજુમાં આવેલી એક ફેક્ટરી અને ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી માત્ર પાંચ હજારની કિંમતના વાયરની ચોરી થઈ હતી. ત્યારે દહેગામ પોલીસે માત્ર અરજીના આધારે આરોપીઓને પકડી લીધા હતા. ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ ફેક્ટરી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.Body:જિલ્લામાં ચોરી થવીએ સામાન્ય બાબત થઈ ગઈ છે, શહેરના ભરચક વિસ્તારમાં છાશવારે અછોડા તૂટી રહ્યા છે. ત્યારે વિડિયો સીમ વિસ્તારમાં આવેલા એકલદોકલ ફાર્મ હાઉસમાં ચોરી ખાવી બહુ મોટી વાત નથી. ત્યારે ચાર દિવસ પહેલા દહેગામ તાલુકામાં આવેલા વડવાસા ગામમાં આવેલા પંચેશ્વર ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાંથી ઈલેક્ટ્રીક વાયરનો સામાન સહિત અલગ-અલગ વસ્તુઓની મોટી સંખ્યામાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા. એક ચર્ચા મુજબ પંચેશ્વર ફાર્મ હાઉસ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અમલદારો હોવાના કારણે તાત્કાલિક અસરથી તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા.Conclusion:બીજી તરફ વડવાસામાં જ આવેલી ઇન્સ્ટન મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીમાં અંદરના ભાગે પ્રવેશીને લોખંડની એંગલ, ગિલીયન ઝાડી અને ગામમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતે કંપનીના કર્મચારી દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
સામાન્ય રીતે પોલીસ દસ-પંદર હજાર સુધીની ચોરીમાં તો ફરિયાદ પણ લેતી નથી જ્યારે એક અરજીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતા ત્યાર બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર દહેગામ પંથકમાં ચર્ચા સંભળાતી હતી કે પંચેશ્વર ફાર્મ હાઉસ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓનું છે જ્યારે કંપનીમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ભાગીદારી છે તેના કારણે પોલીસ દ્વારા તમામ આરોપીઓને માત્ર અરજીના આધારે ઝડપી લીધા હતા.