ETV Bharat / state

અધિકારી ઉત્તરાયણ કરવા ગ્યા ને ઘરમાંથી ચોરાયા 18 લાખ, સવારે CCTV ચેક કરતા ખબર પડી - Gandhinagar Crime News Update

ગાંધીનગરમાં ઊર્જા વિભાગના અધિક સચિવ ઉત્તરાયણ કરવા કડી પહોંચ્યા (theft at Additional Secretary in Energy Department ) હતા. તે દરમિયાન તેમના ઘરે 18.49 લાખ રૂપિયાની ચોરી થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊઠ્યા છે. ત્યારે અધિકારીએ ઘરના CCTV ફૂટેજ પોલીસને સોંપ્યા (Gandhinagar Crime News) હતા.

અધિકારી ઉત્તરાયણ કરવા ગ્યા ને ઘરમાંથી ચોરાયા 18 લાખ, સવારે CCTV ચેક કરતા ખબર પડી

author img

By

Published : Jan 16, 2023, 3:31 PM IST

સીસીટીવીમાં ચોર દેખાયો

ગાંધીનગર રાજ્યનું પાટનગર ગાંધીનગર એકદમ સ્વચ્છ અને સુરક્ષિત શહેર માનવામાં આવી રહ્યું છે, પરંતુ ઉત્તરાયણના દિવસે એવી એક ઘટના સામે આવી કે, જેનાથી પોલીસની પણ ઊંઘ ઊડી ગઈ હતી. સાથે જ સુરક્ષિત શહેરની સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ રહ્યો છે, જેમાં સચિવાલયમાં બ્લોક નંબર 5માં ઊર્જા વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા મહેશ પટેલ નામના અધિકારીના ઘરમાં 18.49 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની છે.

આ પણ વાંચો Theft of edible oil in Surat : 7 લાખથી વધુની કિમતનું તેલ ચોરી ગયાં સાળો અને બનેવી, માલિકનો વિશ્વાસભંગ કર્યો

આટલા મુદ્દામાલની થઈ ચોરી ફરિયાદ અનુસાર, 11,17,500 રૂપિયાની કિંમતનું સોનું, 2,80,000 રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં સહિત કુલ 18,49,000 રૂપિયાની ચોરી થઈ હતી. વિગતો અનુસાર જોઈએ તો, 3 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર, 1.7 લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર, 4.50 લાખ રૂપિયાના સોનાના 3 ડોકિયાં, 1.50 લાખ રૂપિયાની સોનાની 2 ચેન, 1 લાખ રૂપિયાના સોનાના પાટલા, 1.80 લાખ રૂપિયાનો ડાયમંડનો હાર, 1 લાખ રૂપિયાનું ડાયમંડનું મંગળસૂત્ર, 3 લાખ રૂપિયાના સોનાના 3 બ્રેસલેટ, 50,000 રૂપિયાની 4 જોડી બુટ્ટી, 15,000 રૂપિયાની સોનાની 3 વિંટી અને રોકડ 12,000 રૂપિયા ઉપરાંત 10,000 રૂપિયાની લોકર સિસ્ટમ પણ ચોર પોતાના જપતામાં લઈને નાસી છૂટ્યા હતા.

ચોરીની ઘટના બાબતે શું કહ્યું મહેશ પટેલે સમગ્ર ચોરીની ઘટના બાબતે અધિક સચિવ મહેશ પટેલે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે 3થી 5 કલાક દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ તમામ સીસીટીવી ફોનમાં ચેક કર્યા અને ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને CCTV સોંપ્યા હતા.

આ પણ વાંચો ભારતમાં ચોરી ઉઠાંતરીનો તરખાટ મચાવતી મધ્યપ્રદેશની ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી

ચોરો આ રીતે ઘરમાં ઘુસ્યા પોલીસ ફરિયાદ મુજબ, 14 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે તેઓ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવવા કડી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે તેમણે ઘરના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પરંતુ મુખ્ય દરવાજાના કેમેરાની દિશા બદલાઈ હતી, જેથી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા કોઈકે કેમેરાની દિશા બદલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બેઠક રૂમમાં આવેલી બારીની ગ્રીલ હથિયારથી પહોળી કરીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમાં જ મુખ્ય દરવાજાનો લોક એને ઈન્ટર્નલ લોક પણ તોડી નાખ્યું હતું, જેથી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં જ ચેક કરતા બેડરૂમની અંદર આવેલા તિજોરીનું લોક તોડીને ચોદીની ઘટનાને અંજામ આપી હતી.

પોલીસે ફરિયાદ નોંધી પણ મીડિયાથી દૂર આ અંગે ગાંધીનગરની ઈન્ફોસિટી પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ બાબતની સમગ્ર તપાસ કઈ રીતે થઈ રહી છે. આ અંગે ETV BHARATએ ગાંધીનગર DySP ડી. એસ. પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું રજા પર છું ત્યારબાદ DySP અમી પટેલ સાથે સંપર્ક કર્યો તેઓ પણ રજા પર હોવાની વાત કરી હતી જ્યારે SP તરુણ દુગગલે ફોન રિસીવ કર્યો ન હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.